આરોપી મોહમદ સાદીક મોહમદ ઈકબાલ શેખ
અમદાવાદ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર .બી.એસ.સુથારની ટીમના પો.સ.ઇ એ.કે.પઠાણ તથા એ.એસ.આઈ.વિષ્ણુકુમાર તથા અ.પો.કો.વસીમભાઇ દ્વારા વાહન ચોરી કરતાં આરોપી મોહમદ સાદીક મોહમદ ઈકબાલ શેખ ઉ.વ.૪૮ રહે.મ.ન.૧૦૪ ચાંદની ફ્લેટ, મીટરવાળી ગલી,ફતેવાડી કેનાલ પાસે ફતેવાડી સરખેજ અમદાવાદ શહેરને તા.૨૩/૦૭/૨૦૨૩ ના કલાક ૧૭/૦૦ વાગ્યે જમાલપુર બ્રીજ નીચેથી સી.આર.પી.સી કલમ ૪૧(૧)(ડી) મુજબ પકડી અટક કરી આરોપી પાસેથી બજાજ કંપનીની ઓટો રિક્ષા કિ.રૂ.૧,૫૦,૦૦૦ નો મુદ્દામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ છે.આરોપી આજથી આશરે દસેક પહેલા રાત્રીના સુમારે વેજલપુર જુહાપુરા મ.ન.આઈ/૧૩૫ ની સામે અ.મ્યુ.કોર્પોરેશન ની ઓફીસ પાસે દિવાલ પાસે ખુલ્લી જગ્યામાંથી રીક્ષા ચોરી કરેલ હોવાનુ જણાવેલ જે બાબતે ખાતરી તપાસ કરતા વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ૧૧૧૯૧૦૨૮૨૩૦૫૮૭/૨૦૨૩ ધી ઈ.પી.કો. કલમ ૩૭૯ નો ગુન્હો દાખલ થયેલ હોય જે આરોપીને નારણપુરા પોલીસ સ્ટેશન ખાતે સોપવા તજવીજ કરવામાં આવેલ છે.