અમદાવાદ
અમદાવાદ શહેર ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર સાહેબ સેકટર-૨ તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબ ઝોન-૫ તથા મદદનીશ પોલીસ કમિશ્નર સાહેબ આઈ ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઈન્સપેકટર જે, એસ. કંડોરીયા એ ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુના બનતા અટકાવવા અને નાસતા ફરતા તથા વોન્ટેડ આરોપી અને તડીપાર અને પેરોલ/ફર્લો જંપ કરેલ ઈસમોને શોધી કાઢવા સર્વેલન્સ સ્કોર્ડના પો. સબ ઈન્સ. બી. આર. ક્રિશ્ર્ચિન અને સર્વેલન્સ સ્કોર્ડની ટીમના માણસોને સુચના આપેલ અને સર્વેલન્સ સ્કોર્ડના પો. સબ ઈન્સ, અને માણસો અમારા માર્ગદર્શન હેઠળ તા : ૨૨/૦૭/૨૦૨૩ ના રોજ કલાક-૦૦/૦૦ થી ખાનંગી વાહનમા પેટ્રોલીંગમા હતા ઓઢવ ફાયર સ્ટેશન પાસે આવેલ અને સર્વેલન્સ સ્કોર્ડના માણસોને સચોટ બાતમી હકીકત મળેલ કે ” પ્રોહી-બુટલેગર નિતેશ ઉર્ફે અનીલ ઉર્ફે છોટા કચોરી નાઓ ઓઢવ રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા પાસે આવવાનો છે “ જેથી સર્વેલન્સ સ્કોર્ડના પો. સબ ઈન્સ. અને માણસો ઓઢવ રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા પાસે જઈ વોચ તપાસ કરતા થોડીવારમા પ્રોહી-બુટલેગર નિતેશ ઉર્ફે અનીલ ઉર્ફે છોટા કચોરી ઓટો રીક્ષામા બેસીને આવેલ અને પ્રોહી-બુટલેગર નિતેશ ઉર્ફે અનીલ ઉર્ફે છોટા કચોરી ઓઢવ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામા બે વર્ષથી નાસતો ફરતો હોય જેથી પકડી લઈ કાયદેસરની કાર્યવાહી ઓઢવ પોલીસ સ્ટેશનના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી સારી કામગીરી કરેલ છે.
ગુ.૨.નં : (૧)- ઓઢવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ સી/૧૧૧૯૧૦૩૭૨૧૧૦૭૫/૨૦૨૧ પ્રોહીબીશન કલમ- ૬૫(ઈ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ તથા (૨) ઓઢવ પોલીસ સ્ટેશન ગુ.ર.નં. પાર્ટ સી/૧૧૧૯૧૦૩૭૨૧૧૧૧૩/૨૦૨૧ પ્રોહીબીશન કલમ- ૬૫(ઈ), ૧૧૬(બી), ૯૮(૨), ૮૧ (૨)
આરોપીનુ નામ : નીતેશ ઉર્ફે અનીલ ઉર્ફે છોટા કચોરી S/O રામજીવન ગુરૂજી ખટીક ઉ.વ. ૨૪ રહેવાસી- મ. નં. એન/૧૦૨ સીતારામ સીટી ગોપી ડેરી પાસે વસ્ત્રાલ રામોલ અમદાવાદ શહેર
બાતમી હકીકત મેળવનાર : (૧) પો. કો. અગરસિંહ દોલુભા બ. નં. ૧૧૮૨૧
કામગીરી કરનાર : (૧) પો. સબ ઈન્સ. બી. આર. ક્રિશ્ર્વિન (૨) હેડ કોન્સ. દીલીપસિંહ કીશોરસિંહ ૭૫૮૯ (૩) પો. કો. રામશીભાઈ જેઠાભાઈ બ. નં. ૬૯૨૩ (૪) પો. કો. ગોવીંદભાઈ મોતીભાઈ બ.નં. ૮૧૬૪