અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉત્તર ઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડે.મ્યુનીસીપલ કમિશનરની રાહબરી હેઠળ પેપર કપ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ, સંગ્રહ, ઉત્પાદન, ગંદકી/ન્યુશન્સ કરતા એકમો વિરુધ્ધ કરવામાં આવેલ સખ્ત કાર્યવાહી કરવામાં આવી હતી.ઉત્તર ઝોન સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના તમામ વોર્ડમાં જાહેર માર્ગો પર ગંદકી/ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ પાન ના ગલ્લા/ચાની કીટલી, પેપર કપ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ વેચાણ, સંગ્રહ, ઉત્પાદન કરતા તથા ધંધાકીય એકમમાં ડસ્ટબીન (કચરાપેટી) ન રાખતા જાહેર માર્ગો પર ગંદકી/ન્યુસન્સ કરતાં ધંધાકીય એકમો વિરુધ્ધ જી.પી.એમ.સી. એક્ટ અને પબ્લિક હેલ્થ બયોલોઝ મુજબ સઘન કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.૨૫/૦૭/૨૦૨૩ ઉત્તર ઝોન સો.વે.મે. વિભાગ દ્વારા કાર્યવાહીના ભાગ રૂપે કુલ ૨૧ એકમોને નોટીસ આપીને રૂ.૨૨,૨૦૦ દંડ વસુલ કરવામાં આવેલ છે.શહેરી જનોના સ્વાસ્થ્ય તેમજ આરોગ્ય સાથે ચેડા કરતાં તેમજ જાહેર રોડ પર ગંદકી કરતાં ધંધાકીય એકમો સામે જાહેર આરોગ્યના ઉમદા હેતુસર આગામી દિવસોમાં પણ અ.મ્યુ.કો. દ્વારા સખત પગલા લેવાની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.