અમદાવાદ
ડે.મ્યુની. કમીશનર(મધ્ય ઝોન)ની સીધી રાહબરી હેઠળ મધ્યઝોન હદ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર બાંધકામ તથા જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે મધ્ય ઝોન વિસ્તારમાં આવેલ બી.આર.ટી.એસ રૂટ વિકટોરીયા ગાર્ડનથી કાલુપુર જંકશન થી પ્રેમ દરવાજા થી દિલ્હ દરવાજા દુધેશ્વર બ્રીજ સુધીના ટી.પી રસ્તા,ફુટપાથ,જંકશન પરથી ૨ નંગ લારી ,૪૫ નંગ પરચુરણ સામાન જપ્ત કરેલ છે.વધુમાં ૦૨-નંગ કાચા પાકા શેડ તથા ૧૨-નંગ બોર્ડ/બેનર દુર કરેલ છે તથા ગેરકાયદેસર પાર્ક કરેલા ૦૫ વાહનો લોક મારી રૂ।.૧૦૦૦૦- દંડ વસુલ કરેલ છે. શાહપુર માં ટાટા એડવાન્સમીલ ની ચાલીથી સુમેલ કોમ્પલેક્ષ સુધી સુધીના ટી.પી રસ્તા,ફુટપાથ,જંકશન પરથી ૨ નંગ લારી, ૩૨ નંગ પરચુરણ સામાન જપ્ત કરેલ છે.વધુમાં ૦૧-નંગ કાચા પાકા શેડ તથા ૮ નંગ બોર્ડબેનર દુર કરેલ છે. તથા ગેરકાયદેસર પાર્ક કરેલા ૦૨ વાહનો લોક મારી રૂા.૯૫૦૦ દંડ વસુલ કરેલ છે. દરિયાપુરમાં દિલ્હી ચકલાથી ઘી-કાંટા રોડ સુધી ટી.પી રસ્તા,ફુટપાથ,જંકશન પરથી ૦૧-નંગ લારી ,૨૧-નંગ પરચુરણ સામાન જપ્ત કરેલ છે.વધુમાં ૦૨-નંગ કાચા પાકા શેડ તથા ૫-નંગ બોર્ડ બનર દુર કરેલ છે.તથા ટી.પી રોડ પર બિલ્ડીંગ મટીરીયલ નાખવા બદલ રૂા.૧૪૦૦૦ – દંડ વસુલ કરેલ છે.શાહીબાગમાં માધુપુરા યુ.એચ.સી પાસે ગેરકાયદેસર પાર્ક કરેલા ૦૬ વાહનો લોક માર્કેલ છે.આમ, મધ્ય ઝોન હદ વિસ્તારમાં દબાણો દુર કરવાની કામગીરી દરમ્યાન લારી ૫ -નંગ, બોર્ડ-બેનર્સ ૨૫-નંગ તેમજ અન્ય પરચુરણ સાધન સામગ્રી આશરે ૯૮ -નંગ દબાણ ગાડીમાં ભરી દબાણ ગોડાઉનમાં જમા કરાવવામાં આવેલ છે,ગેરકાયદેસર રીતે પાર્ક કરેલ ૧૩ વાહનોને લોક મારેલ છે તથા કુલ રૂા.૩૩,૫૦૦ દંડ વહીવટી ચાર્જ પેટે વસુલ કરેલ છે