અમદાવાદ
પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રસેકર તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક અમિત વસાવા દ્વારા જીલ્લામાં દારૂ/જુગારની અસામાજીક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય, જે અનુસંધા ને પોલીસ ઇન્સપેક્ટર આર.એન.કરમટીયા એલ.સી.બી. તથા ટીમ દ્વારા એ.એસ.આઇ. જયદિપસિંહ વાઘેલા તથા હે.કોન્સ. રાજુજી ઠાકોરને મળેલ ચોક્કસ અને આધારભુત બાતમી આધારે મોજે રામપુરા ગામે તોસીફ ઉંમરભાઇ ઘાંચીના રહેણાંક મકાનની બહાર ખુલ્લી જગ્યામા જાહેરમા પૈસા પત્તા વડે પૈસાની હાર-જીતનો તીન-પત્તીનો જુગાર રમી/રમાડતા કુલ- ૦૬ ઇસમોને પકડી પાડી તેઓની અંગ ઝડતી તથા દાવ ઉપરથી મળેલ કુલ રોકડ રૂ.૧૩,૧૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ. ૩૩,૧૦૦/- ના મુદ્દામાલ સાથે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) શહેજાદ મહેબુબભાઇ ઘાંચી
(૨) કલ્પેશભાઇ ભલાજી ઠાકોર
(૩) અરૂણભાઇ રમેશભાઇ ઠાકોર
(૪) અજયભાઇ શંભુભા ઠાકોર
(૫) મોહસીન ઇકબાલભાઇ ઘાંચી
(૬) મોહસીન દીલાવરભાઇ ઘાંચી રહે.તમામ રામપુરા તા.દેત્રોજ જી.અમદાવાદ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
આ કામગીરીમાં એલ.સી.બી પોલીસ ઇન્સપેક્ટરશ્રી, આર.એન.કરમટીયા, એ.એસ.આઈ. જયદિપસિંહ વાઘેલા, હે.કોન્સ. રાજુજી ઠાકોર, હે.કોન્સ. ઇસ્માઇલબેગ મિરઝા, હે.કોન્સ. કપીલદેવસિંહ વાઘેલા, પો.કો. ચમનભાઇ જાદવ, પો.કો. અનુપસિંહ સોલંકી જોડાયેલ હતા.