તક્ષશીલા સ્કુલ રોડ મીરાબાઈ સર્કલ શાક માર્કેટ પાસેથી મોબાઈલ ફોન ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ઓઢવ પોલીસ

Spread the love

આરોપી નીલેષભાઈ

અમદાવાદ

અમદાવાદ શહેર ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર  તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૨ તથા નાયબ પોલીસ કમિશ્નર  ઝોન-૫ તથા મદદનીશ પોલીસ કમિશ્નર  આઈ ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઈન્સપેકટર જે, એસ, કંડોરીયાએ સર્વેલન્સ સ્કોર્ડના પો.સ. ઈ. બી, આર, ક્રિશ્ચિન તથા સ્ટાફના માણસોને મિલ્કત સંબધી ગુના બનતા અટકાવવા તથા ગુનાના કામના આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્કોર્ડના માણસો તા : ૨૫/૦૭/૨૦૨૩ ના રોજ ખાંનગી વાહનમા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા અને ૬ વાગે એસ. પી. રીંગરોડ પાજરાપોળ ચાર રસ્તા પાસે આવેલ અને સર્વેલન્સ સ્કોર્ડના માણસોએ સચોટ બાતમી હકીકત મેળવેલ કે ” એક ઈસમ શરીરે કાળા કલરના . પેન્ટ-શર્ટ પહેરેલ છે તેઓ પાસે ચોરીનો મો, ફોન છે અને તે ઈસમ તક્ષશીલા સ્કુલ રોડ મીરાબાઈ સર્કલ શાક માર્કેટ પાસે મો. ફોન વેચાણ કરવા  આવેલ છે “ જે હકીકતના આધારે સર્વેલન્સ સ્કોર્ડના પો. સબ ઈન્સ. અને સ્ટાફના માણસોએ તપાસ કરી રામોલ પોલીસ તક્ષશીલા સ્કુલ રોડ મીરાબાઈ સર્કલ શાક માર્કેટ પાસેથી રામોલ પોલીસ સ્ટેશનના મો. ફોન ચોરીના ગુનાના કામના આરોપીને મુદ્દામાલ (મો. ફોન) સાથે પકડી લઈ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી રામોલ પોલીસ સ્ટેશન સ્ટેશનમા રજીસ્ટર થયેલ મો. ફોન ચોરીનો ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.

ગુ.ર.નં. : રામોલ પોલીસ સ્ટેશન પાર્ટ એ/૧૧૧૯૧૦૨૪૨૩૦૮૨૧/૨૦૨૩ નંબરથી ઈ.પી.કો. કલમ ૩૭૯

આરોપીનુ નામ : નીલેષભાઈ S/O દિપકભાઈ રાજાભાઈ ચાવડા ઉ.વ. ૨૧ રહેવાસી- લાઈન નં-૩ શિત્તલનગર બળીયાનગર અમરાઈવાડી અમદાવાદ શહેર

મુદ્દામાલ : ટેકનો કંપનીનો મો. ફોન કી, રૂ. ૫૦૦૦

બાતમી હકીકત મેળવનાર પો. કો. સહદેવસિંહ દિપસંગભાઈ બ. નં. ૧૨૦૬૪

કામગીરી કરનાર

(૧) પો. સબ ઈન્સ. બી. આર. ક્રિશ્ર્વિન

(૨) અ, હે, કો, અજીતભાઈ ભીખાભાઈ બ. નં. ૪૨૯૪

(૩) પો. કો. બીજલભાઈ શામળાભાઈ બ. નં. ૧૦૩૫૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *