ભ્રષ્ટાચારીઓ અને પરિવારવાદીઓએ તેમની જમાતનું નામ બદલી નાખ્યુ છે પણ ચહેરા એજ જૂના છે : વડાપ્રધાન મોદી

Spread the love

રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ ઍરપોર્ટ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ પ્રસંગે ગુજરાતની મુલાકાતે આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સૌરાષ્ટ્રની ધરતી પર ભાવભીનું સ્વાગત કરી મીઠો આવકાર આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં 2033 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટસનું લોકાર્પણ કર્યુ. જેમા હિરાસર ઈન્ટરનેશન ઍરપોર્ટ, સૌની યોજનાની લિન્ક 3ના પેકેજ 8 અને 9, રાજકોટમાં સૌરાષ્ટ્રના પ્રથમ મલ્ટિલેવલ ઓવરબ્રિજ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરોડોના વિકાસકામોના લોકાર્પણ બાદ વિશાળ જનમેદનીને સંબોધન કર્યુ હતુ. આ પ્રસંગે વડાપ્રધાને હળવા અંદાજમાં રાજકોટવાસીઓની બપોરે સુવાની આદત પર રમૂજ કરી હતી. વડાપ્રધાને જણાવ્યુ કે આ સમયે કોઈ રાજકોટમાં જનસભા કરવાનું વિચારે પણ નહીં કારણ કે રાજકોટવાસીઓને બપોરે સુવાની આદત છે, જો કે આ જે રાજકોટવાસીઓએ વિશાળ જનસંખ્યામાં અહીં ઉપસ્થિત રહી તેમની ખુદની પરંપરાને તોડી નાખી છે.
વડાપ્રધાને જણાવ્યુ કે રાજકોટનું મારા પર ઘણુ મોટુ ઋણ છે. એ રાજકોટ જ હતુ જેમણે મને પ્રથમવાર ધારાસભ્ય તરીકે ચૂંટીને મોકલ્યો હતો. વડાપ્રધાને જણાવ્યુ કે આજે રાજકોટવાસીઓનું વર્ષોનું સપનું પૂર્ણ થયુ છે. આ સાથે વડાપ્રધાને જણાવ્યુ કે રાજકોટને મીની જાપાન બનાવવું છે. વડાપ્રધાને વધુમાં જણાવ્યુ કે 2014 પહેલા માત્ર ચાર શહેરોમાં મેટ્રો નેટવર્ક હતુ. આજે દેશમાં આજે રાજ્યમાં 20થી વધુ શહેરોમાં મેટ્રો નેટવર્ક પહોંચી ગયુ છે. એ દિવસ પણ દૂર નથી જ્યારે રાજકોટમાં ઍરપ્લેન બનતા હશે.
વડાપ્રધાને જણાવ્યુ કે કેટલાક લોકો દેશની જનતાના સપના પુરા થતા જોઈને આજે વધારે ચીડાયેલા છે. આજકલ આ ભ્રષ્ટાચારીઓ અને પરિવારવાદીઓએ તેમની જમાતનું નામ બદલી નાખ્યુ છે. ચહેરા એજ જૂના છે. તેમના ઈરાદા પણ એ જ જૂના છે. તેઓ જ્યારે કેન્દ્રમાં સત્તામાં હતા ત્યારે તેમણે મોંઘવારી દર 10 ટકાએ પહોંચાડી દીધો. આજે જો એ લોકો સત્તામાં હોત તો આજે દૂધ 300 રૂપિયે લીટર અને દાળ 500 રૂપિયે કિલો વેચાતી હતી. અમારી સરકારે મોંઘવારી ઓછી કરવાનું કામ કર્યુ, અમારી સરકારનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે મધ્યમવર્ગના ખીસ્સામાં વધુમાં વધુ પૈસા બચે. આજે સાત લાખની કમાણી સુધી ટેક્સ જીરો ટકા છે. અમે epfo પર 8.25 ટકા વ્યાજદર આપ્યા છે.
વડાપ્રધાને જણાવ્યુ કે આજે ગરીબમાં ગરીબ વ્યક્તિના હાથમાં પણ ફોન હોય છે. જો પહેલાની સરકારો હોત તો 30 જીબી ડેટા માટે 3000 હજાર રૂપિયા ચુકવવા પડતા હોત. પરંતુ અમારી સરકારે ડેટા સસ્તો કરી 300 રૂપિયામાં ઉપલબ્ધ કરાવ્યો.
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વડાપ્રધાનનું કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયા, સાંસદ સી.આર. પાટીલ, કેન્દ્રીય મંત્રી વી.કે.સીંઘ, રાજ્યના ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપુત, વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણી તેમજ રાજ્યના ચીફ સેક્રેટરી રાજકુમાર, રાજ્ય પોલીસવડા વિકાસ સહાય, રાજ્યના સિવિલ એવીએશન વિભાગના સેક્રેટરી હારીત શુક્લા સહિતનાએ સ્વાગત કર્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com