GJ-18 મનપાના અંડરમાં આવેલ ફાયર બ્રિગેડના કર્મચારીઓની હાલત કફોડી છે, નવી બિલ્ડીંગ મનપાની બની, ફાયર સ્ટેશન પણ મોટા બનાવ્યા, ત્યારે જગ્યા તોતિંગ હોવા છતાં ફાયર સ્ટેશનમાં જે શેડ મૂકવામાં આવ્યો છે, તેમાં કર્મચારીઓની હાલત ગરમીમાં શેકાઈ રહ્યા છે, આજે મનપા પાસે કરોડોની ગ્રાન્ટો આવી છતાં મનપાના ફાયર સ્ટેશનને જોઈએ તેટલી સગવડો મળી નથી, ફાયર વિભાગમાં ફર્નિચર અને ઘણા કર્મચારીઓ હોલ જેવી સ્થિતિમાં બેઠા છે, ત્યારે ઘણા સમયથી મુકેલો આ શેડમાંથી હવે કંટ્રોલરૂમ ના કર્મચારીઓને મોટી જગ્યા હોવા છતાં કેમ ફાળવવામાં આવતી નથી, તે પ્રશ્ન હાલ ચર્ચાઇ રહ્યો છે. કંટ્રોલ રૂમમાં જે કર્મચારી ફરજ બજાવે છે, ત્યાં ઉનાળા તથા બફારામાં પરસેવાથી રેબજેબ થઈ જાય તેવી સ્થિતિ છે, ત્યારે બધી જ જગ્યાએ અલાયદી સગવડો કરવામાં આવી છે, તો આ લોકોનો શું વાંક ?
બોક્સ :-
1 કલાક આ પતરાવાળા શેડમાં બેસી શકાય તેમ નથી, ત્યારે હવે આ ઝુપડાવાળો શેડ હટાવીને નવો કંટ્રોલરૂમ ઘણી જગ્યા હોઇ શરૂ કરવાની પણ માંગ ઉઠી છે,