ગઈકાલ મોડી રાત્રિએ શહેરમાં ભાવિક ભક્તો દ્વારા વિસર્જિત કરવામાં આવેલ દશામાં મૂર્તિઓની સો.વે.મે. વિભાગ દ્વારા  એકત્રીકરણની કામગીરી કરાઇ

Spread the love

અમદાવાદ

દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તા.૧૭/૦૭/૨૦૨૨૩ થી તા.૨૬/૦૭/૨૦૨૩ દરમ્યાન શહેરનાં નગરીકો દ્વારા દશામાં વ્રતના તહેવારની ઉજવણી કરવામાં આવેલ. જેમાં વ્રતનાં 10 દિવસ પૂર્ણ થયે તા.૨૬,૨૭ / ૦૭/૨૦૨૩ ના રોજ ભાવિક ભક્તો દ્વારા દશામાં વ્રત નિમિત્તે જાગરણ રાખી સાબરમતી નદીના જુદા – જુદા ઓવારા તેમજ અ.મ્યુ.કો. દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ વિસર્જન કુંડો અને તળાવની પાળે જેવી જગ્યાઓ પર પરંપરા મુજબ દશામાં મુર્તિ વિસર્જન કરવામાં આવેલ હતું.આ અંગે 7 ઝોનમાં સો.વે.મે. વિભાગ દ્વારા આગોતરું આયોજન કરી આ જગ્યાઓ પર સફાઈ અને સેનીટેશનની કામગીરી કરવા અને કુંડમાં ભક્તો દ્વારા વિસર્જિત કરવામાં આવેલ મૂર્તિઓને એકત્ર કરી ગ્યાસપુર ખાતે નક્કી કરવામાં આવેલ જ્ગ્યા ઉપર ખાડો ખોદી યોગ્ય નિકાલ કરવાની કામગીરી મોડી રાત્રિ બાદ કરવામાં આવેલ હતી. જેમાં 15 જે.સી.બી. અને બોબકેટ પ્રકારના વાહનો તથા 41 જેટલી ટ્રકો અને 228 સફાઈ કામદારો તેમજ 51 PHS, SSI અને SI કક્ષાનાં સુપરવાઇઝરી સ્ટાફને ફરજ સોપવામાં આવેલ હતી.વિસર્જિત કરવામાં આવેલ દશા માં મૂર્તિઓનાં એકત્રીકરણની આ કામગીરીમાં 07 ઝોનમાં કુલ 38 લોકેશનો પરથી 79988 જેટલી દશા માં ની મૂર્તિઓ એકત્ર કરવામાં આવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com