જે પેપર ચેકિંગના ઓર્ડર આપેલ છે તે પણ રદ કરવામાં આવે અને જયાં સુધી આ કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી B.Sc નર્સિંગનું રીઝલ્ટ ડીકલેર કરવામાં ન આવે તેવી NSUI ની માંગણી
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીમાં ખૂબ જ ગંભીર કહી શકાય તેવું B.Sc નર્સિંગનું કૌભાડ સામે આવ્યું છે. જેમાં પંદર દિવસ વીતી ગયા હોવા છતાં યુનિવર્સિટી તંત્ર અને કુલપતિ દ્વારા ભાજપના ઇશારે આ સમગ્ર કૌંભાડને દબાવી દેવા અને ભીનું સંકેલવા માટેના પ્રયત્નો થઇ રહ્યા છે ! યુનિવર્સિટી દ્વારા હાલમાં પણ કોઇ કમિટીની રચના કરવામાં આવી નથી તથા યુનિવર્સિટીના સત્તાધિશોને બચાવવાનો પ્રયાસ યુનિવર્સિટી દ્વારા થઇ રહ્યો તેમ લાગી રહ્યું છે ! યુનિવર્સિટી તંત્ર તાત્કાલિક ધોરણે કમિટીની રચના કરે અને જે કોઇ પણ જવાબદારી અધિકારીઓ છે તેની ઉપર આગામી ચોવીસ કલાકની અંદર પગલા લે તેવી માંગ છે. યુનિવર્સિટી દ્વારા ફક્ત અમારા દ્વારા આપેલ ૧૪ પૂરવણી જ ચેક કરાવી છે જ્યારે તેમાં સામેલ વધુ પૂરવણી પણ હોઇ શકે તેમ છતાં યુનિવર્સિટી તમામ પૂરવણી ચેક કરાવતી નથી તેનો જવાબ અમોને તાત્કાલિક આપવામાં આવે. જે પેપર ચેકિંગના ઓર્ડર આપેલ છે તે પણ રદ કરવામાં આવે અને જયાં સુધી આ કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી B.Sc નર્સિંગનું રીઝલ્ટ ડીકલેર કરવામાં ન આવે તેવી પણ અમારી માંગણી છે.