આરોપી સુનિલકુમાર ઉર્ફે સમીરભાઈ બ્રહ્મદેવ શર્મા, જુબેરઅહેમદ ઉસ્માનભાઈ શેખ
અમદાવાદ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર બી.એસ. સુથારની ટીમના પો.સ.ઈ. કે.એલ.ખટાણા તથા એ.એસ.આઇ. નવનીતભાઇ તથા અ.પો.કો. મહેન્દ્રસિંહ તથા અ.પો.કો.શીશપાલ દ્વારા નાસતા ફરતા આરોપી સુનિલકુમાર ઉર્ફે સમીરભાઈ બ્રહ્મદેવ શર્મા, જુબેરઅહેમદ ઉસ્માનભાઈ શેખને તા.૨૫/૦૭/૨૦૨૩ ના કલાક ૮ વાગ્યે નરોડા દાસ્તાન ફાર્મ પાસેથી સી.આર.પી.સી કલમ ૪૧(૧)(આઈ)મુજબ પકડી અટક કરવામાં આવેલ છે.
આરોપીઓ આજથી આશરે છ મહીના પહેલાં બપોરના સમયે બંન્ને આરોપીઓ તથા તેઓના મિત્ર મોહીત ચૌધરી તથા શિલ્પા પ્રજાપતી નાઓ રિક્ષા લઈ નરોડા પાટીયા પાસે ગયેલ જ્યાં એક અજાણ્યા વ્યકિતને રિક્ષામાં બેસાડી શિલ્પા પ્રજાપતિએ સદર અજાણ્યા વ્યકિતને કોઈ કેફી વસ્તુ સુંઘાડી અર્ધબેભાન કરીને તેઓની બહેનપણી વિજયા પંચાલ રહે, નર્મદાનગર (ગરીબ આવાસ યોજનાના) મકાનમાં સદર અજાણ્યા વ્યકિતને લઈ ગયેલ જ્યાં શિલ્પાએ તેના તથા અજાણ્યા વ્યકિતના કપડા કાઢી લઈ સદર વ્યકિતને નગ્ન અવસ્થામાં સુવડાવી દિધેલ અને અજાણ્યો વ્યકિત ભાનમાં આવતા અજાણ્યા વ્યકિતને તમે આવા ધંધા કેમ કરો છો તેમ કહિ પૈસાની માંગણી કરેલ અને પૈસા નહિ આપો તો બળાત્કારના કેસમાં ફસાવી દેશુ તેવી ધાક ધમકી આપી પૈસાની સગવડ થયેથી સંપર્ક કરવાનુ જણાવી મોબાઇલ નંબરોની લેવડ દેવડ કરી છોડી મૂકેલ અને બીજા દિવસે સદરી અજાણ્યા વ્યકિત ટેલીફોનીક સંપર્ક કરી પૈસાલેવા સારૂ બોલાવતા ચિલોડા કાકા ભાજીપાઉ સામે બન્ને આરોપીઓ તથા તેના મિત્ર મોહિત ચૌધરી નાઓ સદર વ્યકિત પાસે પૈસા લેવા ગયેલ બન્ને આરોપીઓ. થોડા દુર ઉભા રહેલ તેના મિત્ર મોહીત ચૌધરીને સદરી વ્યકિત પાસે પૈસા લેવા મોકલતા પોલીસ આવી જતા મોહીતને પકડી લિધેલ અને સદરી બન્ને આરોપીઓ ત્યાંથી ભાગી ગયેલ હોવાની હકિકત જણાવેલ જે આધારે આરોપીનીઓ નાસતા ફરતા હોવાની તપાસ કરાવતા નરોડા પોલીસ સ્ટેશનના પાર્ટ એમાં ધી ઈ.પી.કો કલમ૩૮૯,૩૨૮,૩૬૫, ૩૪૨,૫૦૬,૧૧૪ મુજબના ગુન્હામાં નાસતા ફરતા હોવાનુ જણાય આવતાં. આરોપીઓને નરોડા પોલીસ સ્ટેશન મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.