અમદાવાદ
ખોખરા,ભાઈપુરા,અમરાઈવાડી, મણીનગર,ઇન્દ્રપુરી,ગોમતીપુર, રાજપુર વગેરે વિસ્તારના ગરીબ મધ્યમ અને પછાત વર્ગ માટે સ્થાપવામાં આવેલ કે.કા.શાસ્ત્રી કોલેજ માં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા અનેક રજૂઆતો અને આંદોલાત્મક કાર્યક્રમો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ન છૂટકે પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર જયોજૅ ડાયસ ૭૨ કલાકના ઉપવાસ ની પરવાનગી માંગી હતી પરંતુ છાત્ર વિરોધી સરકારે પરવાનગી આપી નહીં .
વિદ્યાર્થી-વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસ, સ્થાનિક મ્યુનિસિપલ કાઉન્સિલરો ઇકબાલ શેખ, જગદીશ રાઠોડની આગેવાની હેઠળ સ્થાનિક અગ્રણીઓ હેમલ પટેલ,યશ ચૌધરી,સુરેન્દ્રસિંહ ક્ષત્રીય, દુરઈસ્વામી ગ્રામીણ,મહેન્દ્ર બીજવા,કૌશિક પ્રજાપતિ, બ્રિજેશ રાજપુત,અરવિંદ પટેલ, અશોકભાઈ કામલે,મહેશભાઈ જીલપે,સંજય મેકવાન વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી. વીર ભગતસિંહ ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રેલી સ્વરૂપે કે.કા. શાસ્ત્રી કોલેજની ગેટની બહાર ઉપવાસ ઉપર બેસવાના હતા ત્યા કે.કા.શાસ્ત્રી કોલેજ ઉપર પોલીસની ગાડીઓ નો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો ઉપવાસ ઉપર બેસવા જતા પોલીસે વિદ્યાર્થી-વાલી અને સ્થાનિક આગેવાનો ની ટીંગા ટોળી ધરપકડ કરવામાં આવી હતી . જો માગણી સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.