અમદાવાદ
પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી અમદાવાદ તરફથી એક ફરીયાદ કરવામા આવેલ જેમા ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા માટે અરજદારો દ્વારા કરવામા આવતી અરજીઓમા અરજદારોની ટેસ્ટ લીધા વગર ડ્રાઇવીંગ લાયસન્સ ઇસ્યુ કરવામા આવતા હોય તેમજ નાપાસ થયેલા અરજદારોને ટેકનીકલ રીતે છેડછાડ કરી પાસ કરવામા આવતા હોય અને ટેકનીકલ છેડછાડ કરી ડ્રાઇવીંગ લાયસન્સ આપવામા આવતા હોય જે બાબતે RTO ના અધિકારી દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૧૯૧૦૬૭૨૩૦૦૧૩/૨૦૨૩ ઇપીકો કલમ-૪૦૬,૪૨૦,૧૨૦(બી) તથા ધી આઇ.ટી. એકટ કલમ-૪૩(એ), ૬૬(સી), ૬૬(ડી) મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામા આવેલ છે.જે બાબતે તપાસ કરતા ડ્રાઇવીંગ ટેસ્ટ આપ્યા વગર ડ્રાઇવીંગ લાયસન્સ ઇસ્યુ થતા હોય તેમજ ટેકનીકલ છેડછાડ થયેલાનુ તપાસમાં જણાતુ હોય જેમા RTO અધિકારી તેમજ એજન્ટોની સંડોવણી જણાતા આ કામે આરોપી (૧) સમીર સ/ઓ જગદિશચંદ્ર રતનધારીયા ઉ.વ-૩૬ ધંધો-નોકરી રહે-૧૦૧, વિનસ એપાર્ટમેન્ટ, સર્વેશ્વર ટાવર સામે, થલતેજ, અમદાવાદ શહેર.મુળવતન :શિવમ, ૬૦ ફુટ રોડ, જલારામ પાન સેન્ટરની સામે,વેરાવળ. (૨) જયદિપસિહ સુરૂભા જાતે-ઝાલા ઉવ- ૩૫ ધંધો-નોકરી રહે, બ્લોક/સી/૫/૧૦૩, વિર ભગતસિહ નગર, સેકટર-૬ ગાંધીનગર મુળ વતન- બ્લોક નં-૪૯૮૦ પ્રગતિનગર ભરતનગર ભાવનગર સીટી તથા (૩) ભાવીન નરેન્દ્રભાઇ જાતે- શાહ ઉ.વ-૪૮, ધંધો-આર.ટી.ઓ. એજન્ટ રહે-૨/૪૫, વિધ્યાનગર ફ્લેટ, હિમ્મતલાલ પાર્ક બી.આર.ટી.એસ. ની સામે, સેટેલાઇટ, આંબાવાડી અમદાવાદ , આરોપીઓને તા-૨૭/૦૭/૨૦૨૩ ના કલાક ૧ વાગે પકડી અટક કરવામા આવી હતી. તેમજ આરોપીઓને નામદાર કોર્ટમાં રજુ કરી આરોપીના રીમાન્ડ મેળવેલ હતા. આ ગુનાની તપાસ એમ.આર.પરડવા પોલીસ ઇન્સ્પેક્ટર નોકરી સાયબર ક્રાઇમ ચલાવી રહેલ છે. આ ગુનાની તપાસમાં ઇ.પી.કો.કલમ ૪૭૭(એ) નો ઉમેરો કરવા તજવીજ કરવામાં આવી છે.