કરારઆધારિત કોન્ટ્રાક્ટ પર કામ કરતા અધિકારીઓ કર્મચારીઓમાં ૩૫% પગાર કાપ મૂકવા હિલચાલ

Spread the love

Government ready to face corona in the state: Public cooperation ...

દેશમાં કોરોના ના કારણે અર્થતંત્ર ઉપર માઠી અસર થઇ છે ત્યારે પ્રજા પણ બે મહિનાથી વધારે લોકડાઉન માં રહેતા ધંધા-રોજગાર કથળી ગયો છે, સામે  સરકારને જે ટેકસ્ટની આવક જોઈએ તેમાં મોટું ગાબડું પડયું છે ત્યારે હવે સરકાર દ્વારા પણ ઘાણીજ ખરીદીઓમા કાપ મુકવામાં આવ્યો છે ત્યારે હવે લોકડાઉન ના કારણે આવકો ઘટતા ગુજરાત સરકારમાં વયનિવૃત્તિ પછી કરાર આધારિત નિમણૂકથી કામ કરી રહેલા અધિકારીઓ અને બોર્ડ, નિગમ સહિતના એકમોમાં ચેરમેન, વાઇરસ ચેરમેન સહિતના પદાધિકારીઓના પગારમાં ૩૫ ટકા સુધીનો પગાર કાપ મૂકવા નાણાંવિભાગ વિચારણા કરી રહ્યો છે. સચિવાલય, કમિશ્નરેટ સહિત બોર્ડ- નિગમો જેવા અનેક એકમોમાં ૨૦થી વધુ રિટાયર્ડ આઈએએસ ઓફિસરો પે માઇન્સ પેશન્સના પગાર ધોરણે કરાર આધારિત છે. સચિવાલય સહિત રાજ્યભરમાં ૪૦૦થી વધુ વર્ગ-૧ અને વર્ગ-૨માં સિનિયર સ્કેલ ઉપરથી રિટાયર્ડ થયેલા ઓફિસરો પણ બાંધ્યા પગારે ફરજ ઉપર છે. આવા અધિકારીઓના પગારમાં ૩૫ ટકા સુધીનો પગાર કાપ કરવા વિગતો મગાવાઇ છે. ટોચના અધિકારીએ કહ્યું કે, સરકારમાં જોઇન્ટ સેક્રેટરીના પદે કરાર આધારિત નિમણૂક હોય તો ૭૫ હજાર અને અધિક સચિવને ૮૦ હજારનો પગાર ચૂકવાય છે. જ્યારે નિવૃત્ત IASના કિસ્સામાં પે માઇનસ પગારના સિદ્ધાંતે એક લાખથી વધારે માનદ્ વેતન અપાય છે. આવા ઉપલા સ્તરની કેડરમાં ૩૫ ટકા સુધી કાપ મૂકવાની બાબત વિચારણા હેઠળ છે.  જો કે, ઉપસચિવ, નાયબ સચિવ કે સેક્શન ઓફિસર, ઓફિસ ક્લાર્ક જેવી નીચલી કેડરમાં પહેલાથી જ પગારના ૩૫ ટકાના વેતનથી કરાર આધારિત નિમણૂકો અપાઈ છે. આથી, નીચેની કેડરમાં ખાસ કોઈ કાપની દરખાસ્ત નથી. ગુજરાત સરકારની માલિકીના બોર્ડ- કોર્પોરેશન સહિત ગ્રાન્ટ ઉપર નભતી સંસ્થાઓમાં પણ ચેરમેન, વાઇસ ચેરમેન કે ડાયરેક્ટર તરીકે નિમણૂક પામેલા પદાધિકારીઓના પગારમાં ૩૫ ટકા અને ભથ્થાં તેમજ પ્રવાસ સેવાઓ મર્યાદિત કરવાની બાબતે વિચારણા ચાલી રહી છે. જેનો નિર્ણય આગામી સપ્તાહે લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com