ગુજરાતના વકીલો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો વકીલોના હિતમાં મોટો નિર્ણય લેવાયો છે. હવે વકીલોને ચૂકવાતી મૃત્યુ સહાય અને માંદગી સહાયમાં વકીલોની માંગને પગલે વધારો કરી દેવામા આવ્યો છે.
નવી સહાયની સત્તાવાર રીતે જાહેરાત થયેલ વિગત અનુસાર માંદગી સહાય માટે રૂ.40 હજારની રકમ જાહેરાટ કરાઈ છે. જ્યારે મૃત્યું સહાય માટે 4 લાખની રકમની જાહેરાત કરાઈ છે. નોંધનીય છે કે ભાજપ પ્રેરિત સમરસ પેનલના હોદ્દેદાર જે.જે.પટેલે દ્વારા તાજેતરમા જ રજુઆત કરીને માંગ કરવામાં આવી હતી. ગુજરાતમાં વકીલોની સ્થિતિને લઈને જે.જે.પટેલ દ્વારા કરાયેલી રજુઆત રંગ લાવી છે. કાઉન્સીલ ઑફ ગુજરાતે રજુઆત સ્વીકારીને નિણર્ય લેતા વકીલોએ આ નિણર્યને આવકર્યો હતો.
વકીલોને ચૂકવાતી મૃત્યુ સહાય અને માંદગી સહાયમાં વધારો
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments