કોરોના વાયરસના પગલે હવે શહેરમાં જાણે ખૂણે ખાચરે માસ્ક, સેનેટાઈઝર શાકભાજીની લારીઓમાં વેચતા હોય તેમ મળી રહ્યા છે. ત્યારે દવા, સેનેટાઈઝર, માસ્ક ખરેખર પહેરવા યોગ્ય છે, કે કેમ? તેનો તપાસનો ધમધમાટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શરૂ કરતાં ચોકાવનારી માહિતીઓ આવી છે. કોરોના મહામારી સામે હાલ એકબાજુ કોરોના મહામારી સામે ડોક્ટરો-નર્સો સહિતનાં કોરોના વોરિયર્સ આક્રમક લડાઈ લડી રહ્યા છે. તેવામાં રાજ્ય માટે ખુબ જ આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દવા અને સેનેટાઈઝરનાં 123 સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને ચોંકાવનારી વાત એ છે કે, તેમાંથી 80 જેટલાં સેમ્પલ ફેઈલ થયા છે. જેને કારણે કોરોનાને નાથવાને બદલે સંક્રમણ વધી શકે છે. ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યભરની સરકારી હોસ્પિટલમાં વપરાતી દવા અને સેનેટાઇઝરના સેમ્પલ લીધા હતા. જેમાં 123 સેમ્પલમાંથી 80 સેમ્પલ ફેઈલ થયા છે. 6 મહિનામાં ફક્ત 123 સેમ્પલ લેવામાં આવ્યા હતા. અને તેમાંથી પણ 80 ફેઈલ થતાં ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે. ખોરાક અને ઔષધ નિયમનની વેબસાઈટ ઉપર માહિતી આપવામાં આવી હતી.
મોટાભાગના જે સેમ્પલ ફેઈલ થયા છે એ ગુજરાત મેડિકલ કોર્પોરેશન ના જ છે. ગુજરાત મેડિકલ કોર્પોરેશન દ્વારા Covid 19માં નીરવ ફાર્માસ્યુટીકલમાંથી હેન્ડસેનિટાઇઝરની ખરીદી કરવામાં આવેલ હતી. જેમાં ટોટલ બેચમાંથી 14 બેચ ફેઈલ થઈ ગઈ છે. નીરવ ફાર્માસ્યુટીકલમાંથી હેન્ડસેનિટાઇઝર લેવામાં આવતા હતા.. જેમાં આલ્કોહોલનું પ્રમાણ જ ન હતું. આમ પૈસા કમાવવાની લાલચે નીરવ ફાર્માસ્યુટીકલ દ્વારા મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. અને કોરોના વોરિયર્સનાં જીવ જોખમમાં મુકવામાં આવ્યા હતા. અને ગુજરાત મેડિકલ કોર્પોરેશન ઉપર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. નીરવ ફાર્માસ્યુટીકલને ટેન્ડર કેવી રીતે મળ્યું. મેડિકલ કોર્પોરેશન દ્વારા અગાઉ સેનિટાઈઝર સહિતની વસ્તુઓની તપાસ કે ટેસ્ટ કરવામાં આવ્યા હતા કે કેમ… આ ખુબ જ ગંભીર બાબતે હવે શું ખુલાસો સામે આવે છે તે જોવું રહ્યું.