લોકડાઉન જેવી સ્થિતિમાં વ્યસનકારોની સ્થિતિ કપરી થઈ ગઈ હતી, ત્યારે લોકડાઉનમાં રાહત મળે ત્યારે કરીયાણાની દુકાનો કરતાં પાન-મસાલાની દુકાનો ઉપર લાઈનો વધારે લાગતી હતી, ત્યારે સાર્વજનીક સ્થળો લોકડાઉન 5.0 દરમિયાન ગુટખા, પાન, મસાલા, તમાકુ પર રોક હટાવવાનો મામલો હવે સરકાર માટે માથાનો દુઃખાવો સાબિત બની રહ્યો છે. સાર્વજનિક સ્થળો અને જગ્યા જગ્યાઓ પર પાન, ગુટખા અને તમાકુની પીક થૂંકવાની ફરિયાદો સતત આવી રહી છે. જેને લીધે હવે સરકાર પોતાના નિર્ણય પર ફરી વિચાર કરી શકે છે. જણાવી દઈએ કે, અનલોક 1માં કેન્દ્ર સરકારે પાન મસાલા, તમાકુના વેચાણની છૂટ આપી છે. ત્યાર પછી દેશના ઘણાં રાજ્યોમાં પાન મસાલાની દુકાનની બહાર લોકોની ભીડની તસવીરો સામે આવી હતી. ર, સરકાર લોકડાઉન 5.0 માટે બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈનમાં ફેરફાર કરી ગુટખા, તમાકુ અને પાન મસાલાના સેવન પર ફરી રોક લગાવી શકે છે. સાર્વજનિક સ્થળો અને જગ્યા જગ્યાઓ પર પાન, ગુટખા અને તમાકુની પીક થૂંકવાની ફરિયાદો સતત આવી રહી હોવાથી મુખ્યમંત્રી અશોક ગેહલોત અને મુખ્ય સચિવ ડીબી ગુપ્તા પાન મસાલાના વેચાણ પર ફરી રોક લગાવી શકે છે. જણાવવમાં આવી રહ્યું છે કે, સરકારની પાસે લોડાઉન 5.0 ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવાની ફરિયાદો પહોંચી રહી છે. જેમાં સૌથી વધારે ફરિયાદો માસ્ક નહીં લગાવવાની અને તમાકુ-ગુટખાનું સેવન કરી તેને જાહેર સ્થળો પર થૂંકવાની ફરિયાદો વધારે છે.
પોલીસ ઉપરાંત ઘણાં સામાજિક સંગઠનોએ પણ આ રીતની ફરિયાદો મુખ્ય સચિવને કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે રાજસ્થાનમાં લોકો ગુટખા, તમાકુ અને પાનનું સેવન કરી તેને જાહેર સ્થળો પર ખુલ્લામાં થૂંકી રહ્યા છે. જેને લીધે સંક્રમણનો ખતરો વધી રહ્યો છે. થૂંકવા પર સંક્રમણનો ખતરો વધી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, પાન, ગુટખા, તમાકુ પર રોક લગાવવાની ચર્ચા લોકડાઉન 5.0ની ગાઈડ લાઈનને લઈ થનારી સમીક્ષા બેઠકમાં પણ થઈ શકે છે. મુખ્ય સચિવ રાજ્યભરમાંથી આ રીતની ફરિયાદો અંગે ફીડબેક લઈ રહ્યા છે અને તેની એક રિપોર્ટ બનીને મુખ્યમંત્રીને સોંપશે. માસ્ક નહીં પહેરનારા સામે સરકાર દંડની પણ વસૂલાત કરી શકે છે. સરકારનું માનવું છે કે, સરકારની કડકાઈનો ઉદ્દેશ પૈસા વસૂલ કરવાનો નથી, લોકોએ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉન 5માં માસ્ક ફરજિયાત રીતે પહેરવા અને ધૂમ્રપાન કરનારાઓને જાહેરમાં નહીં થૂંકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આવું નહીં કરવા પર તેમની સામે કાર્યવાહીની પણ વાત કરવામાં આવી હતી.