ગુજરાતમાં કોરોના વાયરસના પગલે સ્કુલો, શાળાઓ, કોલેજો, ટ્યુશન ક્લાસિસના માંધાતાઓએ વાલીઓના ખિસ્સા ખંખેરવા અનકે તરકીબો અજમાવી રહ્યાં છે. કોરોનાના કારણે સ્કુલો ચાલુ થાય તો વિદ્યાર્થીઓનું જે થવું હોય તે થાય, પણ અમારા ખિસ્સા ભરાવા જોઈએ, ત્યારે રાજયમાં ઘણાં એવા નાગરિકો છે કે જેઓ આનો વિરોધ કરી રહ્યાં છે ત્યરો પોલબોલ ટીવી ઈન વેબસાઈટ દ્વારા ગુજરાતના ૧ લાખ વાલીઓનો સોશિયલ મીડિયાના માધ્યમથી મહા સર્વે યોજાઈ રહ્યો છે ત્યારે કોરોનાની મહામારીના લીધે 2 મહિનાથી વધારે લોકડાઉન, ધંધો રોજગાર બંધ, આવકનો સ્ત્રોત સ્ટોપ થઈ જતાં અત્યારે વિદ્યાર્થીઓની ફી ભરવાના અને ભણાવવાના પણ વાલીઓને ફાંફા પડી ગયા છે. ત્યારે સ્કુલના માંધાતાઓ શાળા શરુ કરવા અનેક તરકીબો અજમાવી રહ્યાં છે ત્યારે વાલીઓના પ્રતિનિધિ એવા આશિષ કંજારિયા લોકડાઉનમાં સ્કુલો બંધ હતી અને અત્યારે કોરોનાનો કહેર ભારે યથાવત છે ત્યારે સ્કુલો શરુ કરવી કેટલી વ્યાજબી છે ? અને ફી માફીથી લઈને તગડી ફી વસૂલ કરતાં શાળાઓના માંધાતાઓ સામે રણશિંગુ ફૂક્યું છે.
શાળાઓ વહેલી ખોલવા સ્કુલના માંધાતાઓ અધીરા બન્યા છે ત્યારે જે વિદ્યાર્થીઓ મા બાપ, પરિવારથી થોડો સમય પણ છેટો ન રહેતો હોય તો કોરોના સ્કુલમાં ગયા બાદ થઈ જાય તો જવાબદારી કોની ? શાળાઓમાં ખીચોખીચ ઘેટા બકરાંની જેમ ઠાંસી ઠાંસીને ક્લાસમાં ભરવામાં આવે છે ત્યારે ડિસ્ટન્સનું પાલન કઈ રીતે થઈ શકશે ? શાળાઓ ઘરે ઓનલાઈન જો ભણાવતી હોય તો પછી શાળામાં કોઈ મેઈન્ટેનન્સ ખર્ચ તો રહ્યો નહીં ફક્તને ફક્ત શિક્ષકોનો પગાર જ ચૂકવવાનો. ત્યારે ઘણાં જ મુદ્દાઓ સાથે આશિષ કંજારીયાએ અંદોલનની મુકીમ તેજ કરી છે. શાળાઓ ટોકન દરે જમીન લઈને મોટી ફી વસૂલતી શાળાઓ સામે કાર્યવાહીની પણ માંગ ઊઠવા પામી છે.