અમદાવાદ
જીલ્લામાં નોંધાયેલ મિલ્કત સબંધી ચોરી, ઘરફોડ ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રસેકરએ જીલ્લા પોલીસ વડા શ્રી, અમિત વસાવાને ખાસ એકશન પ્લાન બનાવી વ્યુહાત્મક જગ્યાએ નાકાબંધી અને અસરકારક વાહન ચેકીંગ કરી પરીણામ લક્ષી કામગીરી કરવા સૂચના આપેલ હતી. જે અન્વયે જીલ્લા પોલીસ વડાશ્રીએ જીલ્લાના અધિકારીશ્રી ઓને ખાસ સૂચના કરેલ તેના ભાગરૂપે એલ.સી.બી પોલીસ ઇન્સ્પેકટર આર.એન.કરમટીયાનાઓએ તાબાના અધિકારીશ્રી તથા માણસો ની અલગ અલગ ટીમ બનાવી ગુન્હા શોધવા સૂચના કરેલ તેના ભાગ રૂપે એલ.સી.બી. શાખાના અધીકારીશ્રી/કર્મચારીઓ ધોળકાવિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા દરમ્યાન એ.એસ.આઇ. અજયસિંહ ચુડાસમા તથાપો.કોન્સ. મહેન્દ્રસિંહ સોલંકીને હ્યુમન સોર્સથી મળેલ ચોક્કસ અને આધારભુત બાતમી હકીકત આધારે ધોળકા પો.સ્ટે. વિસ્તારના બલાસ ચોકડી નજીકથી ગુન્હાઓને અંજામ આપનાર કુલ-૩ આરોપીઓને ઝડપી પાડી તેઓની સઘન પુછપરછ કરતા તેઓ દ્વારા ચોરી, ઘરફોડ તથા અન્ય મિલ્કત સબંધી ગુનાઓ આચરેલ હોવાની કબુલાત આપતા કુલ-૩ ગુન્હાઓનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) પુનમભાઇ ઉર્ફે પુનો સઓ રમેશભાઇ હરજીભાઇ જાતે- કોર (પગી) ઉ.વ.-૨૮ રહે-
ખાન તળાવ, રેલ્વે સ્ટેશન પાસે ધોળકા, તા ધોળકા જી-અમદાવાદ
(૨) અલ્પેશભાઇ ઉર્ફે અલ્પો સ/ઓ ફલજીભાઇ ભીખાભાઇ જાતે-કોળી પટેલ ઉ.વ.-૨૯ રહે, ખોડીયાપરા વડની સામે ગધેમાળ ધોળકા, તા.ધોળકા જી અમદાવાદ મુળ ગામ લોલીયા તા.ધોળકા જી અમદાવાદ
(૩) અશોકભાઇ બચુભાદ કોળી પટેલ ઉ.વ.૨૩ રહે, ગધેમાળ ધોળકા તા.ધોળકા જી.અમદાવાદ
રીકવર થયેલ મુદ્દામાલ
સોનાના દાગીના કુલ વજન ૩૪૯.૬૯ગ્રામ (ઉપતોલા) જેની કુલ કિ.રૂ. ૨૦,૨૫,૩૦૨/- તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૧૬,૦૦૦/- તથા હિરો કંપનીનુ લાલ- કાળા કલરનું મો.સા નંબર GJ-18-AS-6916 કિ.રૂ.૩૦,૦૦૦/- તથા સી.એન.જી. ઓટો રિક્ષા નંબર GJ-38_W 1284 ની કિંમત ૩-૧,૧૦,૦૦૦/- તથા એરંડા ૨૭ મણ (ક.રૂ.૩૩,૭૫૦/- અંગઝડતી માંથી મળી આવેલ ચલણી નોટો રોકડ રૂ.૪૮૦/-મળી કુલ કિ.રૂ.- ૨૨,૧૫.૫૩૨૮-
આરોપીઓની ગુન્હો કરવાની એમ.ઓ.
આરોપીઓ રાત્રીના સમયે ભેગામળી વાહન લઇ અલગ અલગ જીલ્લાઓમાં ફરતા અને જે ઘરોમાં બહારના ફળીયામા લોકો સુતા હોય તેવા મકાનને ટાર્ગેટ કરી મકાનમા છાની રીતે પ્રવેશ કરી અંદરથી દરવાજો બંધ કરી દઇ ચોરીઓ કરેલ છે અને કોઇ ભય ન જણાયતો ખેતરોમાંના સીમપાક ને ટાર્ગેટ બનાવી ચોરી કરી લઇ જઇ ગુન્હાને અંજામ આપતા હતા.
આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાસ
(૧) પુનમભાઇ ઉર્ફે પુનો રમેશભાઇ હરજીભાઇ ઠાકોર (પગી)
અમદાવાદ ગ્રામ્યના કુલ-૦૬, મહેસાણા જીલ્લાના કુલ-૦૩, સુરેન્દ્રનગર જીલ્લાના કુલ-
(૨) અલ્પેશભાઇ ઉર્ફે અલ્પો ફલજીભાઇ ભીખાભાઇ કોળી પટેલ અમદાવાદ ગ્રામ્યના કુલ-૦૩, મહેસાણા જીલ્લાના કુલ-૦૩, સુરેન્દ્રનગર જીલ્લાના કુલ- 03, તથા ખેડા જીલ્લાના કુલ-૦૨ ગુન્હાઓમાં પકડાયેલ હતો.
03, ખેડા જીલ્લાના કુલ-૦૨, તથા બોટાદ જીલ્લાના કુલ-૦૨ ગુન્હાઓમાં પકડાયેલ હતો.
કામગીરી કરનાર અધિકારી કર્મચારી
આ કામગીરીમાં એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી આર.એન.કરમટીયા, પો.સ.ઇ.શ્રી એચ.આર.પટેલ, પો.સ.ઇ.શ્રી જે.એમ.પટેલ, પો.સ.ઇ. શ્રી વી.એન.ભરવાડ, A.S.I. દિલીપસિંહ પરમાર, A.S..વિજયસિંહ મસાણી, A.S… અજયસિંહ ચુડાસમા, H.C. જયદિપસિંહ ચાવડા, H.C. પૃથ્વીરાજસિંહ સિસોદીયા, H.C. કુલદિપસિંહ ચૌહાણ, H.C. અજયભાઇ બોળીયા, P.C. મહેન્દ્રસિંહ સોલંકી, P.C. ઘનશ્યામસિંહ રાઠોડ, P.C. હિતેન્દ્રસિંહ ચૌહાણ, P.C. વિપુલભાઇ પટેલ, P.C. વિશાલકુમાર સોલંકી, P.C. દિવાનસિંહ સોલંકી, વિગેરે નાઓ જોડાયેલ હતા.
શોધાયેલા ગુન્હાઓ-
૧.કૌઠપો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૨૦૨૯૨૨૦૨૩૧૮૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૪૫૭,૩૮૦ મુજબ
ર.કોઠ પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૯૨૦૨૯૨૩૦૧૬૮/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૪૫૪, ૪૫૭,૩૮૦ ૩.કૌઠ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૨૦૨૯૨૩૦૧૬૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૩૭૯ મુજબ ૪,નળસરોવરપો.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૯૨૦૦૭૨૩૦૧૦૭/૨૦૨૩ઇ.પી.કો. કલમ-૪૫૭,૩૮૦ ૫.વિરમગામ રૂરલ પો.સ્ટે ગુ.રન-૧૧૧૯૨૦૬૦૨૩૦૪૦૨/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૭૯ ૬.વઢવાણ પો.સ્ટે.ગુ.ર.નં-૧૧૨૧૧૦૫૫૨૩૦૨૧૫/૨૩ ઇ.પી.કો.કલમ-૪૫૭, ૩૮૦ ૭.વઢવાણ પો.સ્ટે ગુ.ર.નં-૧૧૧ ૧૦૫૫૨૩૦૨૭૦/૨૦૨૩ ઇ.પી.કો.કલમ-૪૫૭, ૩૮૦