અમદાવાદ
અમદાવાદ વિભાગ અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખર તથા જીલ્લા પોલીસ વડા અમિત વસાવા અમદાવાદ ગ્રામ્યએ જિલ્લામા પ્રોહિ/જુગારની કામગીરી શોધી કાઢવા સખ્ત સુચના કરેલી જે આધારે નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.ચૌહાણ વિરમગામ વિભાગ વિરમગામ નાઓના માર્ગદર્શન અનુસાર વિરમગામ ટાઉન પો.સ્ટે વિસ્તારમા પ્રોહિ/જુગારની પ્રવૃતિઓ સદંતર નેસ્તનાબુદ કરવા સારું પ્રો.આઇ.પી.એસ. અંશુલ જૈન સાહેબે વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન નાઓએ ટીમ બનાવી પ્રોહિ/જુગારની પ્રવૃતિઓ કરતા ઇસમો ઉપર વોચ રાખવા સુચના કરેલ જે આધારે અ.પો.કો.કીરપાલસિંહ કહળસિંહ તથા અ.હે.કો. રોહીતભાઇ માધુભાઇ વિરમગામ ટાઉન પો.સ્ટે.ને ખાનગી બાતમીદારથી માહિતી મળેલ કે,” વિરમગામ હાથી તલાવડી ખાતે ખોડીયાર માતાના મંદીરની બાજુમાં ખુલ્લી જગ્યાએ જાહેરમાં કેટલાક ઇસમો ગંજીપાનાથી તીનપત્તીનો પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડે છે ” જે હકીકતની જાણ થતા પંચો સાથે રેઇડ કરી આરોપીઓ (૧) ભાવેશભાઈ ચમનભાઇ ઠાકોર રહે.વિરમગામ કસ્ટમ રોડ ચૌદગલી તા- વિરમગામ જી- અમદાવાદ (૨) દિનેશભાઈ પુનાજી ઠાકોર રહે- વિરમગામ હાથી તલાવડી વિરમગામ તા- વિરમગામ જી- અમદાવાદ (૩) દિનેશભાઇ નાથાભાઈ બાવાજી(મારવાડી) રહે- હાથી તલાવડી વિરમગામ તા- વિરમગામ જી- અમદાવાદ (૪) રામજીભાઇ બીજલભાઇ ઠાકોર રહે- હાથી તલાવડી વિરમગામ તા- વિરમગામ જી- અમદાવાદ તથા બે મહીલાઓ ને રોકડ રકમ રૂા. ૧૭૭૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેમજ નાસી ગયેલ આરોપી (૧) જોરાવર્કિંગ ઉર્ફે જોરુ જંગસિંહ બીચ્છુ (ટાંક) રહે.કસ્ટમરોડ રાજપુત હોટલની બાજુમાં તા- વિરમગામ જી- અમદાવાદનાઓ તમામ આરોપીઓ વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી પાડતી વિરમગામ ટાઉન પોલીસ.
સદર કામગીરીમા રોકાયેલ માણસો
પ્રો.આઇ.પી.એસ. અંશુલ જૈન સાહેબ તથા અ.હે.કો રોહીતભાઇ માધુભાઇ બ.નં-૫૮૯ તથા આ.પો.કો.રમેશભાઇ સેંધાભાઇ બ.નં.-૧૮૪ તથા આ.પો.કો મુકેશજી જેરામજી બ.નં. ૧૧૫૫ તથા અ.પો.કો. અશોકકુમાર જુવાનસિંહ બ.નં- ૧૩૯૨ તથા આ.પો.કો. કીરપાલસિંહ કહળસિંહ બ.નં.-૧૦૨૬ તથા વુ.પો.કો. ગાયત્રીબેન માવજીભાઇ બ.નં.૦૨૯