જયપુર-મુંબઈ સુપરફાસ્ટમાં કોન્સટેબલે ચાલુ ટ્રેનમાં અંધાધુંધ ગોળીબાર કરતા એએસઆઈ સહીત ચારનાં મોત નીપજયા હતા. રેલવે પોલીસની તપાસમાં એવુ બહાર આવ્યું છે કે રેલવે એએસઆઈ ટીકારામને બી-5 કોચમાં ઠાર માર્યા બાદ કોન્સટેબલ બાજુના કોચમાં ઘસી ગયો હતો અને અન્ય ત્રણ મુસાફરોને વિંધી નાખ્યા હતા.એએસઆઈ ટીકારામનો ગોળીથી વિંધાયેલો મૃતદેહ બી-5 કોચમાંથી મળ્યો હતો અન્ય એક પ્રવાસીની લાશ પણ આજ કોચમાંથી મળી આવી હતી જયારે બાજુનાં બી-6 નંબરના કોચમાંથી એક મુસાફરનો તથા બી-2 અને પેન્ટ્રીકાર વચ્ચેની જગ્યામાંથી અન્ય એક પ્રવાસીનો મૃતદેહ હાથ લાગ્યો હતો.