આરોપી મોહંમદ અમીન ઉર્ફે અમીન ચોંટેલી
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટરશ્રી એમ.એમ.સોલંકીની ટીમના પો.સ.ઇ.શ્રી વી.આર.ગોહિલ તથા પો.કો. નાગરાજભાઇ અમકુભાઇ તથા પો.કો. રવિરાજસિંહ મહિપતસિંહ તથા પો.કો. કુલદિપસિંહ બળદેવસિંહ દ્વારા પેરોલ/ફર્લો ફરારી આરોપી મોહંમદ અમીન ઉર્ફે અમીન ચોંટેલી સ/ઓ રહીમમીયા શેખ ઉ.વ.૫૪ રહે- મ.નં.૩૦૫૭, હસન શહિદનુ ડેહલુ, પોપટીયાવાડ, દરીયાપુર અમદાવાદને નારોલ લાંભા ટી ભમ્મરીયા કુવા પાસેથી ઝડપી લીધેલ છે.આરોપી એલીસબ્રિજ પો.સ્ટે. ફર્સ્ટ ગુરનં-૭૩૧/૧૯૯૨ ઇપીકો કલમ- ૩૦૨, ૧૨૦(બી) મુજબના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલ હતો. સાબરમતી મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી નં- S/૧૧૪૫૬ તરીકે જેલમાં હતો. તા.૧૭/૧૦/૨૦૨૨ થી પેરોલ પર મુકત થયેલ. તા.૨૧/૧૦/૨૦૨૨ ના રોજ પરત જેલ પર હાજર થવાનું હતુ પરંતુ હાજર થયેલ નહી અને પેરોલ ફરારી થઇ ગયેલ હતો. નવ મહિના સુધી ફરાર રહેલ હતો. આરોપીને સાબમરતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે.