દેશમાં કોરોનાની સ્થિતિ વનસતી જાય છે, ત્યારે રાજસ્થાન સરકાર ધ્વારા સરહદો સીલ કરતાં અને કેસોની સંખ્યાઓ પણ સતત વધતાં લોકડાઉન બાદ જે અનલોક થતાં પરીસ્થિતી વણસી રહી છે. ત્યારે પ્રજામાં અને તમામ જગ્યાએ ફરી લોકડાઉન આવશે તેવી અફવાઓનું ગરમ થઈ જતાં Dy.cm એવા નિતિનપટેલ ધ્વારા આ બાબતે રદીયો આપીને આ વાતને અફવા ગણાવી છે.
WHOથી લઈને અનેક સંસ્થાઓએ ભારતમાં કોરોનાના પગલે જે સંક્રામીતોની સંખ્યા વધી રહી છે, તે જોતાં લોકડાઉન કરવું જરૂરી છે, ત્યારે રાજ્ય સરકારે અનલોક-1માં વધુ રાહત અને છૂટછાટો આપી છે. રાજયમાં ધંધો, રોજગાર વેગ પકડે તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે 19મી જૂને રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ ગુજરાતનાં જે શહેરોમાં વધુ કેસો છે તેવા શહેરોમાં લોકડાઉન આવી શકે તેવું અફવાઓનું બજાર ગરમ છે.
આ પહેલાં પણ આવી જ અફવાઓએ જોર પકડયું હતું. આ અફવાને પગલે લોકોએ એક બીજાને પૃચ્છા કરવી પડી હતી કે શું વાસ્તવમાં આ વાત સાચી છે. લોકડાઉનની અફવાને પગલે ખાસ કરીને વેપારીઓ ચિંતાતુર બન્યાં હતાં કેમ કે, માંડ રાજ્યમાં જનજીવન રાબેતા મુજબનું બની રહ્યું છે ત્યારે આવી અફવાએ બધાના જીવ ઉંચા કર્યા હતાં. અમદાવાદમાં મંગળવાર સાંજ સુધીમાં આંબાવાડી, સેટેલાઈટ, શાહીબાગ સહીત અન્ય વિસ્તારોના કુલ મળીને છ ડોકટરો કોરોના પોઝિટિવ થયા છે. મળતી માહીતી પ્રમાણે, શહેરના શાહીબાગ, ઘાટલોડિયા, બાપુનગર, સેટેલાઈટ અને આંબાવાડી જેવા વિસ્તારમાં કોરોના દર્દીની સારવાર કરતા ફ્રંટલાઈન વોરીયર્સ એવા ડોકટરો પણ કોરોના પોઝિટિવ થયા છે.
આ ઉપરાંત 8 જુનના રોજ શહેરના ન્યુ ઈન્ડિયા કોલોની, વસ્ત્રાલ, નરોડા અને સરસપુર વિસ્તારમાં રહેતા અને કોરોનાના દર્દીઓની સારવાર કરતા પાંચ તબીબો કોરોના પોઝિટિવ થયા હતા. આમ 8 અને 9 જુન એમ બે દિવસમાં કુલ મળીને અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર કરતા કુલ 11 ડોકટરો કોરોના પોઝિટિવ થયા છે.