૫ જીલ્લાઓના ૨૫ થી વધુ ઇંગ્લીશ દારૂના ગુનાઓમાં નાસતા ફરતા રૂપિયા ૧૦,૦૦૦/- ના ઈનામી વોન્ટેડ આરોપીને ઝડપતી ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

આરોપી સુખલાલ ઉર્ફે સકાજી રૂપલાલ ડાંગી

અમદાવાદ

સંયુકત પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદએ હાલમાં ચાલી રહેલ નાસતા ફરતા આરોપી શોધી કાઢવાની ડ્રાઇવ દરમ્યાન ઈનામી વોન્ટેડ આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ જે સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.એસ.ત્રિવેદીની ટીમના પો.સ.ઈ.શ્રી જી.આર.ભરવાડની ટીમના હે.કો. રોહિતસિંહને મળેલ બાતમી આધારે આરોપી સુખલાલ ઉર્ફે સકાજી રૂપલાલ ડાંગી ઉવ.૩૪ ધંધો.ડ્રાઇવીંગ રહે.ગામ ઘાંસા, નોલીયોકા નોરા પોસ્ટ ઘાંસા થાના ઘાંસા તા.માવલી જી.ઉદેપુર રાજસ્થાન તથા હાલ રહે.નાકોડાનગર શિવ મંદિરની પાછળ, શ્રીનાથ કોલોની પાસે ઉદેપુર રાજસ્થાનને ડી.સી.બી.પોલીસ સ્ટેશન પાર્ટ-સી ગુ.ર.નં.-૧૧૧૯૧૦૧૧૨ ૩૦૧૪૨/૨૦૨૩ પ્રોહિ એકટ કલમ ૬૫ એ ઇ, ૮૧, ૧૧૬ બી મુજબના ગુનામાં નાસતો ફરતો હોય જેની તા.૨૯/૭/૨૦૨૩ ના રોજ ગુનાના કામે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.આ કામે પકડાયેલ આરોપીની પૂછપરછમાં આરોપી તેના સાળા ભરત ઉર્ફે ભુરા ઉદેલાલ ડાંગી સાથે મળી સને ૨૦૧૦ થી રાજસ્થાન ખાતેથી ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી – ગુજરાતમાં વેચાણ કરવાનું શરૂ કરેલ ત્યારથી ઇંગ્લીશ દારૂનો જથ્થાની હેરાફેરી કરતો હોવાનું અને તેની વિરૂધ્ધમાં ૩૦ થી વધુ પ્રોહિબીશનને લગતા ગુના નોંધાયેલ હોવાનું જેમાં ૨૫ થી વધુ ગુનાઓમાં તેમજ તાજેતરમાં સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા શામળાજી ખાતે ઇંગ્લીદારૂના કેસ કરેલ જેમાં અંબર હોટલના માલિક દ્વારા બાતમી આપેલ હોવાની અદાવત રાખી પકડાયેલ આરોપીએ અંબર હોટલ ખાતે ફાયરીંગ કરાવેલ જે ફાયરીંગના ગુનામાં પણ વોન્ટેડ હોવાનું જણાઇ આવેલ.પકડાયેલ આરોપી ઘણા વર્ષોથી ઇંગ્લીશ દારૂના કેસોમાં જથ્થો પૂરો પાડનાર તરીકે સંડોવાયેલ હોય અને મળી આવતો ન હોય. જેથી સદર આરોપીની ધરપકડ કરવા અંગે અરવલ્લી જીલ્લા પોલીસ વડા દ્વારા રૂપિયા ૧૦,૦૦૦/- નું ઇનામ જાહેર કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com