અમદાવાદના નવા પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આજે વિધિસર ચાર્જ સંભાળ્યો : અમદાવાદના કમિશ્નરની કારકિર્દી વિશે જાણો

Spread the love

IPS તરીકે ગુજરાત કેડરમાં જોડાઇ તાલીમ બાદ તેઓ એએસપી ભુજ તરીકે નિમણૂંક પામ્યા હતા. તેમણે છ જિલ્લાઓ (ડાંગ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય, ભરૂચ અને કચ્છ)માં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવેલ છે

અમદાવાદ

અમદાવાદના નવા નીમાયેલા પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આજે વિધિસર ચાર્જ સંભાળ્યો હતો. જીએસ મલિક,IPSની કારકીર્દી દરમ્યાનની મહત્વપૂર્ણ કામગીરીની વિગત .જ્ઞાનેન્દ્ર સિંહ મલિક ગુજરાત કેડરના 1993 બેચના IPS અધિકારી છે. તેઓ હરિયાણા રાજ્યના વતની છે અને તેમણે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જીનીયરીંગમાં બી ટેક. કર્યુ છે. અને ગુજરાત યુનિવર્સિટીમાંથી એલએલબી સુધીનો અભ્યાસ કરેલ છે.

IPS તરીકે ગુજરાત કેડરમાં જોડાઇ તાલીમ બાદ તેઓ એએસપી ભુજ તરીકે નિમણૂંક પામ્યા હતા. તેમણે છ જિલ્લાઓ (ડાંગ, પોરબંદર, સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય, ભરૂચ અને કચ્છ)માં પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવેલ છે, અને 4 રેન્જના વડા (બોર્ડર, અમદાવાદ, વડોદરા અને સુરત રેન્જ) તરીકે સેવાઓ આપી છે. તેઓ ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ શહેરમાં ડીસીપી તરીકે તથા અમદાવાદ અને વડોદરા શહેરમાં એડિશનલ પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. ઉપરાંત સીઆઈડી (ક્રાઈમ), સીઆઈડી (ઈન્ટેલિજન્સ), ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો, પ્રોહીબીશન અને આબકારી વિભાગ જેવા એકમોમાં તથા ગૃહ વિભાગ, ગાંધીનગર ખાતે ગૃહ સચિવ તરીકે પણ ફરજ બજાવેલ છે.જ્યારે 1990 ના દાયકામાં પોરબંદરને ગુજરાતના શિકાગો તરીકે ઓળખવામાં આવતા હતુ. ત્યારે આ અધિકારીએ 1997-98માં ડર પોરબંદર તરીકે ગેરકાયદેસર હથિયારોનો વિશાળ જથ્થો શોધી કો હતો, અને કુખ્યાત ગોડમધર સંતોકબેન જાડેજા સહિત કુખ્યાત અસામાજિક ટોળકીની પ્રવૃત્તિઓને તોડી પાડેલ

1998–2000માં સુરેન્દ્રનગર તરીકે તેમણે અસરકારક રીતે વિવિધ જ્ઞાતિઓ વચ્ચેના સંઘને નિયંત્રિત કરેલ અને ઘણી ગુનાહિત ગેંગોને અંકુશિત કરેલ હતી.2000-01માં અમદાવાદ ગ્રામ્યના એસ પી. તરીકે, તેમણે આ વિસ્તારમાં ઓએનજીસીની પાઇપલાઇનમાં જમીન માફિયાઓ અને ઓઇલ ચોરી કરતી ગેંગના નેટવર્કને સંપૂર્ણ રીતે તોડી નાખ્યું હતું.

2001માં અમદાવાદ શહેરના ડીસીપી (ક્રાઇમ) તરીકે, તેમણે વાબ ગેંગ સહિત વિવિધ કુખ્યાત ગેંગની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણ રીતે તોડી પાડી હતી. તેમણે એકલા હાથે સુભાષ સિંહ ઠાકોર ગેંગના સભ્ય બચ્ચો સિંહની અત્યંત સંવેદનશીલ હત્યા કેસ શોધી કાઢ્યો હતો. (દાઉદ ઇબ્રાહિમની ભૂતપૂર્વ ટોચની ગેંગ સભ્ય) સેલ્યુલર ફોન વિશ્લેષણનો ઉપયોગ કરીને અમદાવાદ શહેરમાં કાર્યરત ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જનો પર્દાશ કર્યો હતો.

2002 માં કોસોવો (યુગોસ્લાવિયા) માં સંયુક્ત રાષ્ટ્રના મિશનમાં સેન્ટ્રલ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન યુનિટના એક ઉત્કૃષ્ટ અને સંપૂર્ણ વ્યાવસાયિક યુદ્ધ અપરાધ તપાસકર્તા તરીકે તેમના કાર્યની ખૂબ પ્રશંસા થઈ.2003-04માં ડીસીપી પ્રોહિબિશન એન્ડ એક્સાઇઝ, રાજકોટ ડિવિઝન તરીકે, તેમણે માદક દ્રવ્યોના ઘણ કેસો શોધીને નાર્કોટિક ડ્રગ્સના દુરુપયોગને અસરકારક રીતે નિયંત્રિત કર્યું.2004-06 થી ભરૂચના એસ.પી. તરીકે તેમણે ઓન-શોર ઓઇલ ચોરીની ગેંગને સંપૂર્ણપણે તોડી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, તેમણે તે સમયે વોન્ટેડ ધારાસભ્ય છોટુભાઈ વસાવાની પણ ધરપકડ કરી હતી, અને તેને લગભગ બે મહિના જેલમાં ધકેલી તેની પ્રવૃત્તિઓ પર અંકુશ રાખ્યો હતો. તેમના પુત્ર મહેશભાઈ વસાવા, ધારાસભ્યની પણ એક કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.2007માં એસ.પી.કચ્છ તરીકેના કાર્યકાળ દરમ્યાન તેઓએ પાકિસ્તાની ISI સંસ્થા દ્વારા કચ્છ દરિયા કાંઠેથી પાકિસ્તાની ફીશીંગ બોટ દવારા નકલી નોટો, હથિયારો, દારૂગોળો વિગેરે મધદરિયે ઇન્ડીયન બોટરમાં હેરાફેરી કરવાની ગેરકાયદેસર દેશવિરોધી પ્રવૃત્તિ ષડયંત્રનો પર્દાફાસ કરેલ. તેઓએ ISI સંસ્થા દવારા પાકિસ્તાનમાં છપાતી ભારતીય ચલણી નોટો (FICN)ના રાષ્ટ્રવ્યાપી નેટવર્કનો પર્દાફસ કરેલ તેમાં સંડોવાયેલ આરોપીઓની ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ દવારા આપવામાં આવેલ ઇનપુટના આધારે આંધ્રપ્રદેશ પોલીસે હૈદરાબાદથી રુપીયા 2.36 કરોડનું નકલી ભારતીય ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી. ISI સંસ્થા ગુજરાત ખાતે બનાવેલ ચાર સ્લીપર સેલનો પર્દાફાસ કરેલ.2007ની વિધાનસભાની ચૂંટણીઓ પહેલા, વિવિધ સંવેદનશીલ મુદ્દાઓને સંભાળવામાં તેમની નિષ્પક્ષતા અને વ્યાવસાયિકતાને કારણે તેમને ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર સીઆઈડી (ક્રાઈમ) થી ડીઆઈજી બોર્ડર રેન્જની અત્યંત મહત્વપૂર્ણ જગ્યા ઉપર નિયુકત કરવામાં આવ્યા હતા. તેઓ જ્યારે ACB માં ફરજ બજાવતા હતા તે દરમ્યાન ફરીવાર ડીસેમ્બર-૨૦૧૨માં ઇલેકશન વખતે ચૂંટણી પંચે તેમને ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સરળ સંચાલન માટે ભરૂચ પોલીસને મદદ કરવા માટે પસંદ કર્યા હતા.2007-08માં બોર્ડર રેન્જના ડીઆઈજી તરીકેની ફરજ દરમ્યાન તેઓએ પાકિસ્તાનથી કાર્યરત ગેંગ દ્વારા બનાવટી વિઝા આપવાના રેકેટનો પર્દાફાશ કરેલ હતો.

2010-11માં વડોદરા શહેરના અધિક પોલીસ કમિશનર તરીકે, તેમણે મકરપુરા પોલીસ સ્ટેશનના સનસનાટીભર્યા ત્રણ બોમ્બ બ્લાસ્ટ કેસોને શોધી કાઢવામાં અને કુખ્યાત મુકેશ હરજાણી ગેંગના નવ ગેંગ સભ્યોની ધરપકડ કરવામાં અંગત રીતે મહત્વની ભૂમિકા ભજવી હતી.

2011-12 માં અમદાવાદ રેન્જ ડીઆઈજી તરીકેની તેમની ફરજ દરમ્યાન તેઓએ સાંપ્રદાયિક અને જુથ અથડામણોને અસરકારક રીતે નિયંત્રિત કરેલ. ઉપરાંત તેઓએ જમીન માફિયાઓ વિરૂધ્ધ પણ કડક કાયદેસરની કાર્યવાહી કરી અનેક ગેંગના સભ્યો સામે ગુન્હા નોંધેલ,2012-14માં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોના સંયુક્ત/અધિક નિયામક તરીકે સરકારના ભ્રષ્ટ કર્મચારી/અધિકારીઓમાં ભય પેદા કરવામાં ખૂબ સફળ રહયા હતા. રાજયની આર.ટી.ઓ.ચેક પોસ્ટ પર તેમની અસરકારક કાર્યવાહીના પરિણામ સ્વરૂપે સરકારની રેવન્યુમાં વધારો થયેલ.2014-16માં સચિવ (ગૃહ) તરીકે, તેમણે નવા અભિગમના ભાગરૂપે અમદાવાદ શહેર માટે 14 નવા ટ્રાફિક પોલીસ સ્ટેશનની દરખાસ્ત મંજૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949 ના સુધારા અધિનિયમની કમિટિનું પણ તેમણે નેતૃત્વ કરેલ.2016-17માં વડોદરા રેન્જના IGP તરીકે તેમણે પારુલ યુનિવર્સિટીના ચેરમેન જયેશ પટેલને સંડોવતા સૌથી સનસનાટીભર્યા બળાત્કારના કેસનું સુપરવીઝન કર્યું હતું, અને તે ગુન્હામાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપી ચાર વર્ષથી વધુ સમય જેલમાં રહ્યા હતા અને જેલમાં જ મૃત્યુ પામ્યા હતા. આ કેસની તપાસને નામદાર ગુજરાત હાઇકોર્ટ દવારા બિરદાવવામાં આવી હતી. તેમણે ગુજરાતના ઈતિહાસમાં સૌથી વધુ સનસનાટીભર્યા પ્રોહીબીશનની રેડ સુપરવાઇઝ કરેલ, જેમાં 273 વ્યક્તિઓને ઝડપી લેવામાં આવી હતી, આ કેસની પ્રોહીબીશનની પ્રવૃત્તિઓ ઉપર રાજ્યવ્યાપી અસર પડેલ.

તેઓએ 2017-18માં IGP/ADGP સુરત રેન્જ તરીકે, ગુજરાતના ઈતિહાસમાં સૌપ્રથમવાર બિનવારસી મૃતદેહોમાંથી ગુમ થયેલા વ્યક્તિઓને મેચ કરવા માટે ટેક્નોલોજીના ઉપયોગ સાથેની એક ખાસ ડ્રાઈવનું આયોજન કરેલ. જે મોડલ ઉપર સમગ્ર રાજ્યમાં કામગીરી શરૂ કરવામાં આવેલ. અને ડીજીપી અને રાજય સરકાર દવારા તેને બિરદાવવામાં આવેલ. તેમણે સુરત રેન્જમાં દારૂ માફિયાઓને અસરકારક રીતે નિયંત્રિત કર્યા અને દમણ વિસ્તારમાં પણ વિવિધ જગ્યાઓએ દરોડા ડેલ.2014 થી 2018 દરમિયાન ગુજરાતમાં ISI દ્વારા બનાવેલ ચાર સ્લીપર સેલ પણ શોધી કાઢ્યા, વધારાના તેના નિયમિત પોસ્ટિંગ ઉપરાંત, ડાયરેક્ટર ACB/સચિવ (હોમ)/IGP વડોદરા રેન્જ અને ADGP સુરત રેન્જ તેઓ ત્રણ વખત પોલીસ કોન્સ્ટેબલની ભરતી બોર્ડના અધ્યક્ષ બન્યા હતા. તેમની અધ્યક્ષતા હેઠળ, કુલ 24,000 કોન્સ્ટેબલની ભરતી કરવામાં આવી હતી જેમાં શારીરિક કસોટીઓ અને લેખિત પરીક્ષાઓ લેવામાં આવી હતી અને પરિણામો 10 મહિનાથી ઓછા સમયમાં સૌથી દોષરહિત અને વ્યાવસાયિક રીતે જાહેર કરવામાં આવ્યા હતા અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવ્યો હતો. આમ હાલના કુલ ગુજરાત પોલીસ કર્મચારીઓ પૈકી ૨૦ ટકા પોલીસ શ્રી મલિક દવારા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે હતા ત્યારે ભરતી કરવામાં આવી છે.તેઓ એક શ્રેષ્ઠ રમતવીર છે. તેઓએ હોર્સ રાઇડિંગ, વ્યક્તિગત ટેન્ટ પેરિંગ ઇવેન્ટ, પિસ્તોલ શૂટિંગ, ટેનિસ, ટેબલ ટેનિસ અને ગોલ્ફ માં માં મેડલ પ્રાપ્ત કર્યા છે. તેઓ બેડમિન્ટન અને ચેસ પણ સારી રીતે રમે છે.વધુમાં તેઓ વિવિધ પ્રકારના ગુન્હાઓ શોધી કાઢવાની ક્ષમતા ધરાવે છે. જેમાં તેઓ ખાસ કરીને મોબાઇલ કોલ ડેટા આધારે ગુન્હો શોધવામાં રાજય સ્તરે નિપૂણ છે. જેના કારણે તેમને 2008ના અમદાવાદ અને સુરત બોમ્બ વિસ્ફોટના કેસોની તપાસમાં મદદ કરવા માટે ખાસ નિયુક્ત કરવામાં આવ્યા હતા.

2018-2022માં BSF ગુજરાત ફ્રન્ટિયરના 16 તરીકે, ગુજરાત ફ્રન્ટિયરને ત્રણ વખત તાલીમ અને રમતગમતમાં શ્રેષ્ઠ BSF ફ્રન્ટિયર માટે પ્રતિષ્ઠિત અશ્વિની કુમાર ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. બીએસએફના ઈતિહાસમાં તેમના કાર્યકાળ દરમ્યાન જ ગુજરાત ફ્રન્ટીયરે ચાર વખત અશ્વિની ટ્રોફી જીતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *