AICC લોકસભા નિરીક્ષકો તરીકે અમિત ચાવડાને અજમેર, હિંમતસિંહ પટેલને અલવર, શૈલેષ પરમારને બિકાનેરની જવાબદારી અપાઈ
અમદાવાદ
રાષ્ટ્રિય કોંગ્રેસ પ્રમુખ મલ્લિકા અર્જુન ખડગેએ આગામી રાજસ્થાન વિધાનસભા ચૂંટણી – 2023 માટેની ચૂંટણી તૈયારીઓ પર દેખરેખ રાખવા માટે AICC લોકસભા નિરીક્ષકોની નિમણૂકના પ્રસ્તાવને તાત્કાલિક અસરથી મંજૂરી આપી છે. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાને અજમેર, બાપુનગરના કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલને અલવર, દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર ને બિકાનેર , ધારાસભ્ય અનંત પટેલને બાસવારા, પ્રતાપ દુધાત ને ચિતોડગઢ, નૌશાદ સોલંકીને ગંગાનગર આમ કુલ ૨૫ નેતાઓને જવાબદારી આપવામાં આવી છે.