શાળાઓમાં હવે વિદ્યાર્થીઓના દફતરનો ભાર વધતો જાય છે સાથે અધધ હોમવર્કનો ભારથી હાલનો વિદ્યાર્થી આ ભણતરના ભારમાં વળી ગયો છે. જ્યારે નિયમ મુજબ અને તજજ્ઞના અભ્યાસ બાદ દફતરનું વજન બાળકના વજનના દસમાં ભાગથી વધુ હોવું જોઇએ નહીં અને હોમવર્ક ધોરણ બાય 10 મીનીટથી વધુ હોવું જોઇએ નહીં.
બાળકના દફ્તરનું વજન બાળકના વજન કરતા 10માં ભાગનું રાખવા આદેશ કરાયો છે. જી હા…નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીએ ભાર વિનાના ભણતર અંગે કરેલી રજૂઆત બાદ અમદાવાદ DEO એ આદેશ કર્યો છે. સ્કૂલોને બિનજરૂરી પુસ્તકો ના મંગાવવા DEO રોહિત ચૌધરીએ તમામ શાળાઓને આદેશ કર્યો છે.
નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીએ રજૂઆત કરી હતી કે, ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને એક એક વિષય માટે ત્રણ નોટબુક અને વર્કબુક લાવવા માટે કહેવામાં આવે છે. દફ્તરનું વજન કેટલાક કિસ્સાઓમાં બાળકના વજન કરતા વધારે હોય છે. જેના કારણે બાળકોને પુસ્તક ઉંચકવામાં તકલીફ ના પડે એ માટે વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરી હતી. અમદાવાદ શહેરની સ્કૂલોને લેખિત સૂચના આપવા અપીલ કરી હતી. DEO એ કહ્યું કે RTE ના નિયમ મુજબ 2018માં પણ શિક્ષણ વિભાગે દફ્તરના વજન અંગે તમામને સૂચના આપેલી છે. વિદ્યાર્થીઓ બિનજરૂરી પુસ્તકો ના લાવે તેનું ધ્યાન રાખવા માટે આદેશ કર્યો છે.
નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણીએ જણાવ્યું છે કે, એક જાગૃત નાગરિક લેખિતમાં રજૂઆત કરી છે જેને લઇને મેં DEOમાં રજૂઆત કરી છે. ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને એક-એક વિષયના બેથી ત્રણ નોટબુક સાથે અન્ય વર્કબુક મંગાવવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને બેગમાં વજન વધી જાય છે. જેથી સ્કૂલબેગનું વજન બાળકોની ઉંમર કરતા વધારે હોય છે, તો વિધાર્થીઓની ઉંમર અને શારિરીક બાંધાને ધ્યાને રાખી એ પ્રકારે વ્યવસ્થા ગોઠવવી જોઇએ કે બાળકોને પુસ્તકો ઉચકવામાં શારિરીક તકલીફ ન થાય.