ગુજરાતમાં શિક્ષણ પ્રત્યે રુચિ અને સમાજના યુવક યુવતીઓ અભ્યાસમાં આગળ આવે તે માટે સમાજના આગેવાએે તો ચિંતા કરીને જાગૃતતા લાવવા પ્રયત્ન કરતા હોય છે પણ ઉચ્ચ અધિકારીઓ રીટાયર્ડ બાદ પોતે ગામે-ગામ ખૂંદીને યુવાનોને આગળ લાવવા તથા શિક્ષણનો વ્યાપ વધે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં આગળ આવે તેવા શુભ આશયથી પોતે સમય કાઢીને ઉત્તર ગુજરાતના ગામે ગામ ખૂંદી રહ્યા છે ત્યારે આ રણબંકાઓએ તલવારબાજી નહીં પણ અભ્યાસ તરફ યુદ્ધ છેડ્યું છે ત્યારે અનેક લોકોના સહકારની રાજપુત સમાજમાં જે જાગૃતતા આવી છે, આજે તે આ લોકોની દેન અને મહેનત છે,
૧૫ વર્ષના રેકોર્ડમાં ક્યાંય રાજપૂત સમાજના યુવાનોનો રેકોર્ડ ક્રાઇમમાં નહીં હોય, આ શિક્ષણની ક્રાંતિ કહેવાય, ત્યારે રાજપૂત સમાજના યુવક યુવતીઓને સ્પર્ધામક પરીક્ષામાં આગળ આવે તે માટે રીટાયર્ડ થયેલા ઉચ્ચ અધિકારી IPS થી લઈને ક્લાસ વન અધિકારીઓ ગામે ગામ ખૂંદીને શિક્ષણ અભ્યાસ માટે રુચિ લાવવા તનતોડ મહેનત કરી રહ્યા છે.
GJ-૧૮ ના માણસાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પર્ધાત્મક પરીક્ષા સેમિનાર લિબોદરા, માણેકપુર, બાલવા, ઉનાવા ,અમરાપુર, હરણા હોડા, બીજાે સેમીનાર આજાેલ, રાદ્રોલ, સમૌ, વ્યાસપાલડી, બિલોદ્રા યોજી ને હવે ત્રીજાે સેમીનાર તરફ આગે કૂચ કરી રહ્યા છે, ઉત્તર ગુજરાતમાં રાજપૂત સમાજ દ્વારા શિક્ષણ સમિતિ બનાવી છે, ત્યારે શિક્ષણ સમિતિમાં રીટાયર્ડ આઇપીએસ અધિકારી સિધ્ધરાજસિંહ ભાટી, પૂર્વ ડેપ્યુટી કલેકટર બળવંતસિંહ ચાવડા, નિવૃત ઇજનેર ભીખુસિંહ ચાવડા, હિતેન્દ્રસિંહ રાઓલ, જીલુસિંહ વિહોલ, એડવોકેટ શંકરસિંહ ગોહિલ, રઘુવીર સિંહ ગોલ, તથા રણવીર સિંહ રાઠોડ, સ્વાતીબા રાઓલ જેવા હોનહાર સેવા આપી રહ્યા છે. વધુમાં રણવીર સિંહ દ્વારા જણાવેલ કે રાજપૂત સમાજના હવે યુવા ધન વિદેશ સુધી અભ્યાસમાં જઈ રહ્યું છે, ત્યારે આ બધા રણબંકાઓથી શિક્ષણ તરફ આગે કુચ કરવા જે મહેનત આદરી છે, તેમાં શિક્ષણમાં રાજપૂત સમાજમાં ક્રાંતિ લાવવામાં સફળ થયા છે.