GJ-૧૮ મહાનગર પાલીકા દ્વારા કુડાસણ ખાતે જે જમીન છે, તે ગુડાના હસ્તક હતી. હવે મનપાને જમીનની ફાળવણી થઇ જતાં આ જગ્યામાં મનપા દ્વારા કચરા વાહનો મૂકવા માટે પાર્કીગ સ્ટેન્ડ બનાવી દીધું છે, ત્યારે કરોડોની મહામૂલી જમીનમાં ધારાવી એવી ઝુંપડપટ્ટી ધીરે-ધીરે બનવા માંડી છે,ત્યારે મનપાના વાહનો ચલાવતા ડ્રાઇવરો કચરો લઇજતા કર્મચારીયો પોતાના પરીવાર સાથે અહીંયા ઝુંપડપટ્ટી બાંધી છે, જીના યર્હાં, મરના યર્હાં, સૌચાલય પણ જાના યર્હાં, જેવો ઘાટ સર્જાયો છે, ત્યારે આજુબાજુ હોસ્પીટલ, ફ્લેટો કાર્યરત છે, ત્યારે હોસ્પીટલમાં જે હવા -ઉજાસની બારીયો રાખવામાં આવી છે, તે સંદતર કચરા સાઇટના કારણે બંધ રાખવી પડે છે,
કુડાસણ આજે વિકાસશીલ તરફ પૂરપાટ વેગે વિકાસ કરી રહ્યું છે, ત્યારે વિકાસમાં મનપા વિલન બન્યું હોય તેમ કરોડોના મલામૂઘી જગ્યામાં વાહનો મૂક્યાનું ડંમ્પીંગ સ્ટેશન બનાવી દીધું છે, ત્યારે કર્મચારીઓ પણ ઝુંપડા બાંધીને રહેવા લાગ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં નવી ધારાવી કુડાસણ એવા મોંઘાદાટ કોમર્શીયલ એરીયામાં નિર્માણ ધીરે-ધીરે પામે તો નવાઇ નહીં, મનપા દ્વારા ગેરકાયદે દબાણો હટાવવા વાહનો કાફલા સાથે નીકળે છે, ત્યારે પહેલાં આ દબાણો હટાવો અને ગંદકીથી અમને મુક્ત કરો તેવું કુડાસણના રહીશો કહી રહ્યા છે.