સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને રાખીને બનાવાય તેવી એબીવીપીની માંગ

Spread the love

ગુજરાત પ્રદેશ મંત્રી યુતીબેન ગજરે

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ, ગુજરાત પ્રદેશ દ્ધારા સરકારને માંગ કરવામાં આવી છે કે નવા ગુજરાત યુનિવર્સિટી એક્ટમાં વિધાર્થી પ્રતિનિધિત્વ સ્પષ્ટ સ્થાન હોવું જોઈએ તેમજ યુનિવર્સિટીઓના સ્વાયત્તાનું હનન ન થવું જોઈએ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશનુ પ્રતિનિધિ મંડળ ગુજરાત રાજ્ય ઉચ્ચ શિક્ષામંત્રી ઋષિકેશ પટેલને મળીને કોમન યુનિવર્સિટી એક્ટને લઈને આવેદનપત્ર આપ્યું અને તેમાં સૂચનો જણાવ્યા

ખરડો સરકારી યુનિવર્સિટી માટે જાહેર થયેલ હોય ત્યારે ખરડાનું નામ ” ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ” હોવું વધારે યોગ્ય રહેશે

અમદાવાદ

ગુજરાત પ્રદેશ મંત્રી યુતીબેન ગજરેએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલ માં જ ગુજરાત સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરવા માટે નો ખરડો(ડ્રાફ્ટ) જાહેર કરવામાં આવ્યો છે, ગુજરાત સરકાર દ્વારા આ ચોમાસા સત્રમાં સરકાર દ્વારા આ ખડો પસાર થવા જઈ રહ્યો છે, જે કેટલાય અંશે અભિનંદનને પાત્ર છે, આ કોમન યુનિવર્સિટી એક્ટ થી તમામ યુનિવર્સિટીઓ એક ગતિ થી એકસુત્રતા માં કાર્ય કરશે. આ એક્ટ સરકાર દ્વારા પબ્લિક ડોમેન પર મુકવામાં આવ્યો છે. જેમાં સક્રિય વિધાર્થી સંગઠન તરીકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના પ્રતિનિધિ મંડળ દ્વારા કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે જેમાં જાહેર ખરડા ના ચેપ્ટર vi માં ઉલ્લેખિત માહિતી મુજબ પ્રવેશ, પરીક્ષા અને પરિણામ માટે સરકારી જાહેરાત કરવામાં આવશે. પરંતુ તેમાં એક જ અભ્યાસક્રમ, એક જ સમયે પરિક્ષા અને એક જ સમયે પ્રવેશ પ્રક્રિયા ઓ કરવામાં આવશે. જેનાથી વિધાર્થીઓને ધણા ખરા અંશે અનુકૂળતા પણ રહેશે. વિધાર્થી ઓને રાજ્યની જ અન્ય રાજ્યકક્ષા યુનિવર્સિટીઓમાં ચાલુ અભ્યાસક્રમમાં એડમીશન ટ્રાન્સકર લેવું સરળ અને ઝડપી બનશે. આવી કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી જે કરવી જરૂરી છે.કેટલાક અંશે આ કોમન યુનિવર્સિટી એક્ટ ને લીધે યુનિવર્સિટીઓની સ્વાયત્તતા પર અસર થવાની સંભાવનાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે, જેમા યુનિવર્સિટીઓની મુળભુત સ્વાયત્તતા રહેવી જ જોઇએ. સાથે જ આ એક્ટ હેઠળ યુનિવર્સિટીઓ મા બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરવામાં આવશે, જેના ચેરમેન તરીકે ખરડામાં વાઇસ ચાન્સેલર રહશે તેમ જણાવાયુ છે. તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પાલન થતું નથી તેમ જણાય રહ્યું છે. કારણ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના પ્રાવધાન 192 અંતર્ગત ઉલ્લેખિત માહિતી મુજબ ઉચ્ચતર શિક્ષણ સંસ્થામાં પ્રભાવી પ્રશાસન અને નેતૃત્વ માટે જે બોર્ડ ઓફ ગવર્નન્સ નો ઉલ્લેખ કરેલો છે, તે મુજબ તે સ્થાને કોઇ યોગ્ય પ્રતિષ્ઠિત કે પછી કોઈ સમાજના શ્રેષ્ઠીને તેના ચેરમેન પદ પર નિમાય તે હિતકારક રહેશે. ખરડામાં ઉલ્લેખિત બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં 80% શિક્ષણવિદો 10% સમાજના શ્રેષ્ઠીઓ તેમજ 10% વિધાર્થી પ્રતિનિધિત્વ હોવુ જોઈએ તેવુ વિધાર્થી પરિષદ નુ સ્પષ્ટ માનવું છે. બોર્ડ ઓક મેનેજમેન્ટ માં 33% ટકા મહિલા અનામતનુંનું પ્રતિનિધિત્વ નક્કી કરવુ જોઇએ, તમામ પ્રકારના લોકોના પ્રતિનિધિત્વથી મોટા પ્રમાણમાં લોકોના પ્રશ્નોનું સમાધાન સરળ બનો, તમામ પ્રકારના વિવિધ બોર્ડ, વિવિધ સમિતિમાં નિમાયેલ સદસ્યો માટે ની મોટા ભાગની નિમણુંક વાઇસ ચાન્સેલર દ્વારા કરવામાં આવશે. તેનો પણ ફરી વિચાર કરવા યોગ્ય રહશે કારણ કે એક જ વ્યક્તિ દ્વારા આટલી બધી નિમણુક કરવામાં આવશે જે યોગ્ય નથી. છાત્ર સંધ ચૂંટણી થવી તે ખૂબ જરૂરી અને આવશ્યક બાબત છે. જેમાં પણ રજીસ્ટર ગ્રેજ્યુએટની નહીં પરંતુ વર્તમાન અભ્યાસરત વિધાર્થી પ્રતિનિધિત્વની ચૂંટણી થવી આવશ્યક છે. તમામ ફેકલ્ટીના વિધાર્થીઓના પ્રતિનિધિત્વથી જ વિધાર્થીઓનો અવાજ, વિધાર્થીઓની મુશ્કેલીઓ પ્રશાસન સુધી પહોંચાડી તેનું નિરાકરણ લાવવાનું કાર્ય આ છાત્ર સંઘ દ્વારા જ થતુ હોય છે ઉલ્લેખિત ખરડામાં જણાવેલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝીક્યુટીવ કાઉન્સિલના સદસ્યો એકંદરે એક સમાન લોકો જ હોય તેમ જણાય રહ્યું છે. તેમજ તેના અંદર ઉલ્લેખિત સરકાર દ્વારા નિમાયેલ સદસ્ય અને ડીન જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ માટે કોઈ પણ પ્રકારના ધારા ધોરણ અને નિયમો જણાવેલ નથી. સાથે સાથે બોર્ડ ઓફ સ્ટડી જેવી મહત્વપૂર્ણ રચના નથી માટે તેની રચના કઈ રીતે કરવી તેનો સમાવેશ આ એક્ટમાં કરવો જોઈએ. આ ખરડો સરકારી યુનિવર્સિટી માટે જાહેર થયેલ હોય ત્યારે ખરડાનું નામ ” ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ” હોવું વધારે યોગ્ય રહેશે. જાહેર કરેલ ખરડામાં અંતિમ સત્તા તરીકે સરકારનો ઉલ્લેખ થયેલ છે તેના સ્થાને ચાન્સેલરની અંતિમ નિર્ણય પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકાહોવી જરૂરી છે. ચેપ્ટર માં ઉલ્લેખિત યુનિવર્સીટી ઓફિસરમાં — ધ ડાયરેક્ટર ઓફ સબ કેમ્પસ ઓફ ધ યુનિવર્સિટી, ધ ડાયરેક્ટર ઓફ નોલેજ રીસોઅર્સ સેન્ટર, ધ ડાયરેક્ટર ઓફ ઇનોવેશન ઇન્ક્યુબેશન એન્ડ લિન્કેજ, ધ ડાયરેક્ટર ઓફ લાઈક લોંગ લર્નિંગ એન્ડ એક્સ્ટેન્શન, ધ ડાયરેક્ટર ઓફ સ્ટુડન્ટ ડેવલોપમેન્ટ, ધ ડાયરેક્ટર ઓફ સ્પોર્ટ્સ એન્ડ ફીઝીકલ એડ્યુકેશન, ધ ડાયરેક્ટર ઓફ નેશનલ સર્વિસ સ્કીમ, એફીલેટેડ કાઉન્સિલ, કી રેગ્યુલેશન કમિટી” વગેરેનો પણ સમાવેશ થવો જોઇએ, કી નિર્ધારણ સમિતિ નો ઉલ્લેખ અને તેની ભૂમિકાનો પણ ઉલ્લેખ કરવો જોઇએ. આ એક્ટમાં RUSA ની ભૂમિકાનો ઉલ્લેખ થયેલ નથી, જે NEP 2020 મુજબ ખુબ અગત્યનું હોય તેમ જણાય છે તો તેની ભૂમિકાનો ઉલ્લેખ આ એક્ટમાં કરવો.આ એક્ટની અંદર વિવિધ પ્રકારની શૈક્ષણિક, બિન-શૈક્ષણિક યુનિવર્સિટી સલંગ્ન સમસ્યાઓ નિવારણ માટે ગ્રીવન્સ કમિટી બનાવવામાં આવે.એક્ઝીક્યુટીવ કાઉન્સિલની કાર્યશૈલીમાં પારસ્પરીકતા રહે તે માટે એક એડવાયઝરી એક્ઝીક્યુટીવ કાઉન્સિલની રચના થવી જોઈએ. સંપુર્ણ ખરડામાં વિવિધ સ્તરની માહિતી અને શબ્દોની ભૂમિકા સ્પષ્ટ થતી નથી, તે સ્પષ્ટ કરવામાં આવે.

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ, ગુજરાત પ્રદેશ દ્ધારા સરકારને માંગ કરવામાં આવી છે જેમાં, નવા ગુજરાત યુનિવર્સિટી એક્ટમાં વિધાર્થી પ્રતિનિધિત્વ સ્પષ્ટ સ્થાન હોવું જોઈએ તેમજ યુનિવર્સિટીઓના સ્વાયત્તાનું હનન ન થવું જોઈએ, જાહેર કરેલ ખરડાનું અધ્યયન અને વિધાર્થીઓ પાસે થી પ્રાપ્ત થયેલ સંશોધન મુજબ ઉપરોક્ત મુદ્દાઓ ધ્યાનમાં આવ્યા છે તેમજ ખરડામાં હજુ પણ ઘણા સુધારા જણાય રહેલ છે. ખરડો કાયદો બને તે પહેલા વિધાર્થી પરિષદનું માનવું છે કે એક સંશોધન કમિટી નીમવામાં આવે જેમાં શિક્ષણવિદ્, પૂર્વ વાઇસ ચાન્સેલર, વર્તમાન વાઇસ ચાન્સેલર, UGCના પૂર્વ સદસ્ય, સરકાર દ્વારા એક અધિકારી આ સંશોધન કમિટીમાં સંમિલિત કરવામાં આવે. આ કમિટી દ્વારા સૂચવેલ તેમજ ઉપરોક્ત સૂચવેલ બિંદુઓને ધ્યાનમાં લઇ સંશોધિત ખડો(ડ્રાફ્ટ) જાહેર કરી શિક્ષણ જગત માટે ચર્ચા કરવા ખુલ્લો મુકવો જોઈએ.ગુજરાત સરકાર ના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ ને લઇ ને વિધાર્થી પરિષદ નુ સ્પષ્ટ માનવું છે કે આ એક્ટ એ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ને ધ્યાન માં રાખી ને બનાવવામાં આવે. આ એકર મા ધણા સ્થાનો પર ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ થી અલગ નિયમોની રચના કરવામાં આવી છે. વિધાર્થી પરિષદ દ્વારા મોકલવામાં આવેલ સુજાવો ને ધ્યાનમાં લઈ ને ફરી સમાજ વચ્ચે મુકવામાં આવે અને ત્યારબાદ જ તેને પારિત કરવાની તજવીજ ણથ ધરવામાં આવી જોઈએ, સાથે જ યુનિવર્સિટી માં વિધાર્થી પ્રતિનિધિત્વ હોવુ જોઇએ અને યુનિવર્સિટીઓની સ્વાયત્તતા પર અસર ન થાય તેવુ વિધાર્થી પરિષદ નુ સ્પષ્ટ માનવું છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com