મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ કાબૂની બહાર જતો જણાઈ રહ્યો છે. જ્યાં 95 હજારને નજદીક દર્દીઓની સંખ્યા થઈ ગઈ છે, જ્યારે 3500ની નજીક જેટલા લોકોના મોત થયા છે. પાછલા 24 કલાકમાં 3254 નવા કેસો સામે આવ્યા છે અને 149 લોકોના મોત થયા છે. રાજ્યમાં વધતા મામલાની વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી લોકડાઉન લાગૂ કરવાની વાત કરી છે. ઉદ્ધવ ઠાકરેએ બુધવારે કહ્યું હતું કે, જો લોકો પ્રતિબંધોનું સન્માન કરવામાં નિષ્ફળ રહ્યા તો રાજ્યમાં ફરી એકવાર લોકડાઉન લાગૂ કરવું પડી શકે છે. તેમણે એ પણ કહ્યું કે, લોકલ ટ્રેનો ફરી શરૂ કરવાની માગ અમે કેન્દ્ર સામે કરી ચૂક્યા છે. શટડાઉનને લીધે ઘણાં લોકો ફરી તેમની ડ્યૂટી શરૂ નથી કરી શક્તા. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ દર્દીઓની સંખ્યા 94041 થઈ ગઈ છે. જ્યારે 3438 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસ 46074 છે. તો 44517 લોકો સારવાર બાદ સાજા થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં કોરોનાના કેસો હવે એક લાખ સુધી પહોંચવામાં થોડે જ દૂર છે. આવનારા એક કે બે દિવસોમાં અહીં એક લાખથી વધારે કેસ નોંધાવાની આશંકા છે.
મુંબઈની વાત કરીએ તો અહીં 52,667 મામલા છે અને 1857 લોકોના મોત થયા છે. પાછલા 24 કલાકમાં અહીં 1567 નવા કેસ સામે આવ્યા છે અને 97 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં પાછલા 24 કલાકમાં 1879 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, સરકાર મિશન સ્ટાર્ટ અગેન માટે સાવચેતીના પગલા લઈ રહી છે. અમે લોકડાઉનને ચરણબદ્ધ રીતે લાગૂ કર્યું છે અને એ રીતે જ તેને હટાવવું પણ પડશે. ખતરો હજુ ટળ્યો નથી. તેમણે કહ્યું કે, જો લોકડાઉનમાં ઢીલને કારણે ખતરો વધે છે તો અમે લોકડાઉન ફરી લાગૂ કરવા અંગે મજબૂર થશું. મહારાષ્ટ્રના લોકો સરકાર સાથે સહયોગ કરી રહ્યા છે અને નિર્દેશોનું પાલન કરી રહ્યા છે. તેમને વિશ્વાસ છે કે સરકાર તેમના હિતમાં કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, 1 જૂનથી પૂરા દેશમાં અનલોક 1 ચાલી રહ્યું છે, જેના હેઠળ ઘણી બાબતોમાં છૂટ આપવામાં આવી છે. તો 8 જૂનથી દેશભરમાં મોલ અને ધાર્મિક સ્થળોને પણ ખોલી દેવામાં આવ્યા છે. પણ કોરોનાના વધતા કેસોએ સૌની ચિંતા વધારી દીધી