લોકડાઉન બાદ અનલોક-1 અર્થતંત્ર પાટે ચઢાવવાનું છે, ફરી લોકડાઉનનો છેડ ઉડાડતા વિજય રૂપાણી

Spread the love

Gujarat CM Vijay Rupani in self-quarantine after meeting ...
દેશમાં કોરોનાવાયરસના પગલે સતત કેસો વધી રહ્યા છે. ત્યારે ગુજરાત હાલ ચાર ક્રમાંકે આવી રહ્યો છે ત્યારે તરહ તરહની અફવાઓનું બજાર ગરમ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ તમામ આફવાઑના પડીકાને ટોપલીમાં નાખી દેવા અનુરોધ સાથે lockdown ફરી આવવાનું છે તે વાતને છેદ ઉડાડી દીધો છે. ગુજરાતમાં ફરી lockdown નહીં આવે એવું સ્પષ્ટ સંકેત કરતાં રૂપાણીએ કહ્યું હતું કે અનલૉક – 1 કર્યા પછી હવે સરકાર વધુ છૂટછાટો આપીને જનજીવનને સામાન્ય બનાવવાનો અને અર્થતંત્રને ફરીથી પાટે ચઢાવવાના પ્રયત્નોમાં લાગી છે ત્યારે ફરી લોકડાઉન લાદવાનો પ્રશ્ન જ નથી. ગુજરાત સરકારે બહુ સમજી વિચારીને લોકડાઉન હટાવ્યું છે ત્યારે આ બાબતમાં સરકાર પીછેહઠ કરવા માગતી નથી. કોરોના વાઈરસના ચેપનો પ્રતિકાર કરવા સરકાર મહત્તમ પ્રયાસો કરી રહી છે, પરંતુ પ્રવર્તમાન સ્થિતિને અનુકૂળ થઈને રહેતાં જનતાએ પણ શીખવું પડશે. લોકો સહકાર નહીં આપે તો અર્થતંત્રની ગાડીને પાટે ચઢાવવી કઠિન બની જશે એવું તેમણે ઉમેર્યું છે. રાજસ્થાન સરકારે સરહદો સીલ કરતાં ગુજરાતમાં પણ ફરી સંપૂર્ણ લોકડાઉન લદાશે એવી અટકળો ચાલી રહી છે પણ ગુરૂવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આ અટકળોને ખોટી ગણાવી હતી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુજરાતમાં લોકડાઉન લંબાવવામાં આવશે એવી વાતોને અફવા ગણાવીને નકારી કાઢી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com