ટુ વ્હીલર વાહન કિં.રૂ.૬૦,૦૦૦ ની મત્તા સાથે એક વ્યકિતને પકડી વાહન ચોરીના ચાર ગુન્હાનો ભેદ ઉકેલતી અમદાવાદ  ક્રાઈમ બ્રાન્ચ.

Spread the love

 

અમદાવાદ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનરશ્રી તથા નાયબ પોલીસ કમિશનરશ્રી દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટરશ્રી પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઇ. શ્રી કે.એસ.સિસોદીયા, મ.સ.ઇ. હિતેન્દ્રસિંહ ખોડુભા, અ.હે.કોન્સ. ચન્દ્રસિંહ લાખુભા તથા અ.પો.કોન્સ. રોનકસિંહ સુરેશભાઇ દ્વારા વાહન ચોરી કરતા આરોપી મોહમંદસમીર ઉર્ફે કાળીયો ખલીલઅહેમદ અંસારી, ઉ.વ.૨૭, રહે. સુંદરમનગર, ગાયત્રીનગર પાસે, બાપુનગર, અમદાવાદ શહેરને ઓઢવ, વિરાટનગરથી સોનીની ચાલી તરફ જતા સર્વીસ રોડ પર આવેલ જનતા મટન એન્ડ ચિકન સેન્ટર પાસેથી ઝડપી લીધેલ છે.આરોપી પાસેથી નીચે મુજબના વાહનો કબ્જે કરી તા.૦૨/૦૮/૨૦૨૩ ના રોજ સીઆર.પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ અટક કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે.

(૧) હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ નં.GJ-27-E-3661 કિં.રૂ.૧૫,૦૦૦/-.

(૨) હોન્ડા મોપેડ નં.GJ-27-N-7420 કિંમત રૂ.૧૦,૦૦૦/-.

(૩) હોન્ડા મોપેડ નં.GJ-27-P-5976 કિંમત રૂ.૧૦,૦૦૦

(૪) હિરો હોન્ડા પેશન પ્રો મોટર સાઇકલ નં.GJ-27-AL-8774 કિંમત રૂ.૨૫,૦૦૦/- કિંમત રૂ.૬૦,૦૦૦ ની મત્તાનો મુદ્દામાલ.

મળી કુલ આરોપી અગાઉ ચોરીના ગુનાઓમાં પકડાયેલ હતો. જે કેસોમાં જામીન પર છુટ્યા

બાદ આરોપી પાસે કોઇ વાહન ન હોય જેથી તેના ઉપયોગ માટે વાહન ચોરી કરવાનું વિચારી આરોપીએ આજથી પંદરેક દિવસ પહેલા સોનીની ચાલી બ્રીજ નીચેથી એક હિરો હોન્ડા પેશન પ્રો મોટર સાયકલ નં.GJ-27-AL-8774 ની ચોરી કરેલ હતી. તેમજ આજથી બાર તેર દિવસ પહેલા રાત્રીના સમયે બાપુનગર રહેમતનગરની બહારના ભાગે રોડ પરથી હોન્ડા મોપેડ નં.GJ-27-P- 5976 ની ચોરી કરેલ હતી. તેમજ આજથી પાંચેક દિવસ પહેલા રાત્રીના સમયે અજીત મીલ બ્રીજની નીચે પાર્ક કરેલ હોન્ડા મોપેડ નં.GJ-27-N-7420 ની ચોરી કરેલ હતી. તેમજ આજથી આશરે ચારેક દિવસ પહેલા રામોલ, રામરાજ્યનગર વિસ્તારમાં એક સોસાયટીના ગેટ પાસેથી હિરો હોન્ડા પેશન પ્રો મોટર સાયકલ નં.GJ-27-E-3661 ની ચોરી કરેલ હતી. જે તમામ વાહનોનો ઉપયોગ તે કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com