ગુજરાતમાં પાંચ વર્ષમાં ૧,૭૧,૩૨૫ ગર્ભપાત જયારે ગેરકાયદેસર-ગેરકાનૂની ગર્ભપાતના આંકડા કેટલા હશે ? : હિરેન બેન્કર

Spread the love

દેશમાં માત્ર વર્ષ ૨૦૨૧-૨૨માં સમગ્ર દેશમાં ૧૩,૬૫,૦૯૬ જેટલી મહિલાઓએ ગર્ભપાત કરાવ્યું

ગુજરાતમાં મોટી સંખ્યામાં થઇ રહેલા ગર્ભપાત અંગે યોગ્ય તપાસ કરવામાં આવે,

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેન્કરે જણાવ્યું હતું કે ગર્ભપાત કરવા ‘મેડિકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નન્સી એકટ’ છે જેમાં ચોક્કસ કારણોસર ગર્ભપાત કરવા માટે જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રાજ્યસભામાં દ્વારા આપવામાં આવેલ ચોંકાવનારા આંકડા મુજબ માત્ર વર્ષ ૨૦૨૧-૨૨માં સમગ્ર દેશમાં ૧૩,૬૫,૦૯૬ જેટલી મહિલાઓનું ગર્ભપાત થયું છે. જે ચિંતાનો વિષય છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૧-૨૨માં જ ૩૦૧૮૭ મહિલાઓની ગર્ભપાત કરવામાં આવ્યું છે. રાજ્યમાં પાંચ વર્ષમાં ૧,૭૧,૩૨૫ મહિલાઓએ ગર્ભપાત કરાવ્યું છે. આ આંકડા માત્ર કાયદેસર નોંધાયેલ ગર્ભપાતના આંકડા છે, ગેરકાયદેસર-ગેરકાનૂની ગર્ભપાતના આંકડા કેટલો ચોકાવનાર અને મોટા હશે? જે અત્યંત ચિંતાજનક અને ચોકાવનાર બાબત છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૮૨૦૪, વર્ષ ૨૦૧૭-૧૮માં ૪૨૩૯૧, વર્ષ ૨૦૧૮-૧૯માં ૪૧૮૮૩, વર્ષ ૨૦૧૯-૨૦માં ૨૮૬૬૦ અને વર્ષ ૨૦૨૧-૨૨માં ૩૦૧૮૭ જેટલી મહિલાઓએ ગર્ભપાત કરવામાં આવ્યો છે.

આધુનિકતાની વાતો વચ્ચે સ્ત્રીભૃણ હત્યાઓ પણ સમાજની કડવી વાસ્તવિકતા છે. ગર્ભના ભ્રુણનું લિંગ પરીક્ષણ કરવું કે કરવા માટે અનુરોધ કરવો બંને ગંભીર ગુન્હો છે. ગુજરાતમાં ૧૦૦૦ પુરુષે ૯૧૯ મહિલા દર્શાવે છે કે જેન્ડર રેશિયામાં પાછળ છીએ છે. ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા સ્ત્રીના સ્વાસ્થ્ય અને અજાત બાળકની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં ૮૧૧ કરોડ અને કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અંતર્ગત પાંચ વર્ષમાં ૮૦૫૧.૬૩ કરોડ રૂપિયા જેટલો અધધ ખર્ચ બાદ પણ રાજ્યમાં મહિલાઓનાં ગર્ભપાત કરવામાં કિસ્સાઓ વધી રહ્યા છે. જે ગુજરાત માટે ચિંતાની બાબત છે.ગુજરાતમાં મોટી સંખ્યામાં થઇ રહેલા ગર્ભપાત અંગે યોગ્ય તપાસ કરવામાં આવે, ગર્ભપાતના કિસ્સા અટકાવા માટે જનજાગૃતિ – સામાજિક જાગૃતિ માટે અસરકાર જાગૃતિ કાર્યકમ દ્વારા છેવાડાના અંતરિયાળ ગામડાઓમાં રહેતા આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓની પણ પ્રેગનન્સી સુરક્ષિત થાય તે અંગે ભાજપ સરકાર નક્કર કામગીરી કરે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com