ઇન્કમટેક્સ વિભાગે ચાર રાજ્યોમાં કલ્પતરુ અને JMC ગ્રુપ પર લગભગ 30 જગ્યાઓ પર દરોડા પાડ્યા

Spread the love

આવકવેરા વિભાગે કલ્પતરુ ગ્રુપના સ્થાપક મોફતરાજ મુનોત અને એમડી પરાગ મુનોતના ઘરો પર પણ દરોડા પાડ્યા

અમદાવાદ

અમદાવાદમાં આયકર વિભાગે સર્ચ ઑપરેશનમાં કલ્પતરુ અને JMC ગ્રુપ પર શુક્રવારે કથિત કરચોરીને લઈને કલ્પતરુ ગ્રુપની અલગ અલગ ઓફિસો પર તેમજ ચાર રાજ્યોમાં લગભગ 30 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ટેક્સ વિભાગે કલ્પતરુ ગ્રુપના સ્થાપક મોફતરાજ મુનોત અને એમડી પરાગ મુનોતના ઘરો પર પણ દરોડા પાડ્યા હતા.ઇન્કમટેકસ વિભાગની અલગ અલગ ટીમોએ દેશભરની અલગ અલગ ઓફિસમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અમદાવાદ સહિત રાજ્યની અન્ય 3 ઓફિસમાં પણ ઇન્કમેક્સ વિભાગે તપાસ હાથ ધરી હતી. ગુજરાત સહિત મુંબઈ, પુના, દિલ્લી, રાજસ્થાનમાં કુલ 40 સ્થળો પર તપાસ ચાલી રહી છે. કલ્પતરુ અને JMC ગ્રુપ રેલ્વે, રોડ સહિતના કામોમાં મોટું નામ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને રાજકોટમાં પણ ઇન્કમટેક્સ વિભાગે રાજકોટના જાણીતા જ્વેલર્સને ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં 1300 કરોડ રૂપિયાના બિનહિસાબી વ્યવહારો મળ્યા છે. જેમાં 12 કરોડની જ્વેલરી અને રોકડ મળી આવી છે. 32 જેટલા સ્થળોએ તપાસ કરાઇ હતી. ઉપરાંત અનેક મિલકત સંબંધી ફાઇલો પણ મળી આવી હતી. તેને લઇને તપાસ હાથ ધરવામાં આવી હતીઇન્કમટેક્સ વિભાગે ગુજરાત, મુંબઈ, દિલ્લી સહિત 40 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બંન્ને ગ્રુપ રેલવે, રોડ સહિતના કામમાં મોટું નામ ધરાવે છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com