અમદાવાદ હોય કે ગાંધીનગર તમામ જગ્યાએ વૃક્ષો વાવવા અને સ્લોગન પણ વૃક્ષો વાવો, વરસાદ લાવો, ત્યારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ કેન્દ્ર સરકારની મોદી સરકાર શહેરના વિકાસ માટે આપે છે ,ત્યારે ખરા અર્થમાં જેટલા વૃક્ષોના વૃક્ષારોપણ કર્યું ,પણ પછી પાલન પોષણ નું શું? ત્યારે જે આંકડો વૃક્ષો વાવવાનો આવે છે ,તે ચોકાવનારો હોય છે ,આટલા હજારો ,આટલા લાખો વૃક્ષો વાવવામાં આવશે, ત્યારબાદ વાવ્યા પછી માવજતના નામે મીંડુ જેવા ઘાટ છે, ત્યારે વૃક્ષારોપણ કરવા ફોટાના ચટુડીયા નેતાઓ જે જગ્યાએ વૃક્ષારોપણ કર્યું છે ,તે તમામ વૃક્ષો ની જાત તપાસ કરાવો તો વૃક્ષો પાણી, માવજત ના હિસાબે સુકાઈ ગયા હશે, ત્યારે ફોટાના ચટુડીયા નેતાઓ હવે જે કરોડોની ગ્રાન્ટ આવે છે તે વૃક્ષો જેટલા વાવ્યા છે ,તે આવનારી પેઢી હવા ખાય અને કાંઈક લણે જેથી જેટલા વૃક્ષારોપણ કરીને આવ્યા છે, તેની કેર રાખો તેવું પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે.
વૃક્ષો વાવવામાં જંગલ ખાતું, મહાનગરપાલિકા ,પાલિકા થી લઈને સરકારી કચેરીઓના અધિકારીઓમાં વૃક્ષો વાવવાની ફેસન થઈ ગઈ છે, ત્યારે વૃક્ષો રોપણ કરવામાં આવે ત્યારે પાંચ વૃક્ષો સામે 200 માણસો હોય ,ત્યારે 200 માંથી બે દિવસ ફક્ત એક વર્ષમાં કાઢે તો એક પણ ઝાડવું કરમાય નહીં, ત્યારે સરકારે આ પ્રશ્ને ગંભીર બનીને વૃક્ષારોપણ જેટલા થયા છે ,તેમાં નામની તકતી લગાવવી અને જે વૃક્ષ સુકાઈ જાય માવજત વગર તો જવાબદાર નક્કી કરવી ,બાકી કરોડોના ખર્ચા અને વૃક્ષો વાવે એક લાખ અને ઉગે ફક્ત 10000 એટલે 10% વૃક્ષો માવજતના કારણે ઉગે, બાકી માવજત લેવામાં ન આવે તો સુકાઈ જાય બાકી હવે હવા પાણી એવી શુદ્ધ હવા વૃક્ષો વગર નહીં આવે, વૃક્ષો એ જ જીવન છે ,તેમ વૃક્ષો વાવવા કંઈક કડક નિયમો બનાવો અને વૃક્ષો વાવનારા જો વાવી બતાવે તો પ્રોત્સાહન હવે ઇનામ પણ આવવું જોઈએ.
બોક્સ :-
GJ-18 ખાતે વૃક્ષો વાવવામાં પૂર્વ ડેપ્યુટી મેયર નાજાભાઇ ધાંધર, પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા, મહેશ પુરોહિત, DIG એવા હસમુખ પટેલ થી લઈને સેક્ટર 13 ના ગણેશભાઈ વણકરનો પણ રેકોર્ડ છે, ત્યારે પૂર્વ ડેપ્યુટી મેયર એવા નાજાભાઇ ધાંધર નો રેકોર્ડ હજુ અકબંધ છે ,તેમણે વાવેલા વૃક્ષો દર અઠવાડિયે કટીંગ કરવા અને ખાતરથી લઈને તમામ પોષણયુક્ત ઝાડવાઓ માટેની દવા તેમની ગાડીમાં પડી જ હોય , ત્યારે સેક્ટર 8,7 ઇન્દ્રોડા હાઇવે ,સચિવાલયનો પાછળનો ભાગ, આ બધી ગ્રીનેરી આ ભાથીજી ની મહેનત છે,પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા પોતે શનિ, રવિના દિવસોમાં પાવડો ,ત્રિકમ લઈને વૃક્ષો વાવવા મથતા હોય છે, સેક્ટર 30,અક્ષરધામ , આ બધા વૃક્ષો તેમની દેન છે ,મહેશ પુરોહિત, નાજાભાઇ ધાંધર ,હસમુખ પટેલ દ્વારા સેક્ટર -27 ખાતે જંગલ ઉભુ કરી દીધું છે.