બ્રિટનમાં કોવિડનું એક નવું સ્વરૂપ મળી આવ્યું : નવા વેરિઅન્ટનું નામ ‘બાર્બેનહાઇમર’

Spread the love

બાર્બેનહાઇમર – barbenheimer શબ્દો નવી રિલીઝ થયેલી ફિલ્મ ઓપેનહેઇમર અને બાર્બીમાંથી લેવામાં આવ્યા છે

બ્રિટનમાં કોવિડનું એક નવું સ્વરૂપ મળી આવ્યું છે. એક તરફ બ્રિટનની આરોગ્ય સુરક્ષા એજન્સી (UKHSA) ના અધિકારીઓએ તેના વિશે ચિંતા વ્યક્ત કરી છે. તો બીજી તરફ અમુક નિષ્ણાતો કહે છે કે ગભરાવાની જરૂર નથી. તેમનું કહેવું છે કે મે મહિનાથી નવા વેરિઅન્ટના સાત કેસ જોવા મળ્યા છે. એટલું જ નહીં લોકો તેનાથી સંક્રમિત થવાના કેસ વધવા લાગ્યા છે. ચિંતા એ છે કે આ દેશ એક નવી લહેરની પકડમાં આવવાનો છે. આ નવા વેરિઅન્ટનું નામ EG5.1 છે, જે UKમાં તબાહી મચાવી રહ્યું હોવાનું માનવામાં આવે છે. અગાઉ આ વેરિયન્ટને એરિસ કહેવામાં આવતો હતો.
શુક્રવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ, નવા કોવિડ વેરિઅન્ટ જૂના કરતા વધુ ખતરનાક હોવાના કોઈ સંકેત નથી. અધિકારીઓ તેની ખૂબ નજીકથી દેખરેખ રાખી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે આ નવા સ્ટ્રેઇનનો ફેલાવો થવામાં બાર્બેનહાઇમરની અસર પણ જવાબદાર છે. (બાર્બેનહાઇમર – barbenheimer શબ્દો નવી રિલીઝ થયેલી ફિલ્મ ઓપેનહેઇમર અને બાર્બીમાંથી લેવામાં આવ્યા છે). આ સિવાય તાજેતરના ખરાબ હવામાન અને લોકોની નબળી રોગપ્રતિકારક શક્તિએ તેના ફેલાવામાં મોટો ફાળો આપ્યો હોવાનું માનવામાં આવે છે.
અહીંની રીડિંગ યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજિસ્ટ ડૉ. સિમોન ક્લાર્કે કહ્યું હતું કે, ‘કોવિડમાં સતત ફેરફાર અને અનુકૂલન તો થતું રહેશે. તેથી જ આપણે તેના નવા વેરિયન્ટના આગમનનાં કારણે ડરવાની કે ચિંતા કરવાની જરૂર નથી. રસીકરણનાં કારણે લોકોને રોગપ્રતિકારક શક્તિ પણ મળે છે. જો કે સંક્રમિતોની સંખ્યા સતત વધતી અને ઘટતી રહેશે, પરંતુ લોકોમાં હોસ્પિટલમાં દાખલ થવાનો અને મૃત્યુનો ડર ઘટી રહ્યો છે.
પ્રોફેસર પોલ હન્ટરે કહ્યું હતું કે કોવિડનો નવો પ્રકાર અગાઉ કરતા 20.5% વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. પ્રોફેસર પોલ હન્ટરે જણાવ્યું હતું કે આ વેરિયન્ટ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ બાર્બી અને ઓપેનહેમર જોવા સિનેમા હોલમાં જતા લોકોમાં ઝડપથી ફેલાઈ જવાનો ખતરો છે. આને બાર્બેનહાઇમર અસર પણ કહેવામાં આવે છે. આ સિવાય ખરાબ હવામાન પણ તેના સંક્રમણ દરને વધારવા માટે જવાબદાર માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com