દિલ્હીથી સર્વેક્ષણ ટીમ આવવાની હોવાથી હવે મનપા સફાળી જાગી ગઈ છે, ત્યારે શૌચાલયો જે બંધ હતા ,તે ટકાટક શરૂ થઈ રહ્યા છે ,બાકી ટેક્સ ભલે નાગરિકો ભરે અને ફરિયાદોના ઢગલા કરે, પણ કરવું હોય ત્યારે જ કામ થાય અને ઘણા એવા સેક્ટરો છે, જ્યાં શૌચાલયો બન્યા છે, ત્યાં નળ તુટેલા, લીકેજ ,શૌચાલયના ટબ તૂટેલા, આ બધું ચકાચક હવે થઈ જવાનું છે, ત્યારે સર્વેક્ષણની ટીમ ટૂંકા જ દિવસોમાં આવવાની હોવાથી મનપાની ટીમ હવે દોડતી થઈ ગઈ છે ,કારણ કે સર્વેક્ષણમાં નંબર ન આવે તો દિલ્હીની ગ્રાન્ટ જે કેન્દ્ર સરકારની કરોડો રૂપિયા આવે છે ,તેમાં ખાંચરો પડી જાય અને તંત્રનો પણ ઉઘડો લેવાઈ જાય, શહેરમાં અનેક શૌચાલયની હાલત કફોડી છે, ત્યારે હવે સર્વેક્ષણની ટીમ આવે તે પહેલા ટકાટક શૌચાલયો બની જશે ,ત્યારે હાલ શહેરના યુદ્ધના ધોરણે કામ ચાલુ છે,