અમદાવાદ
આઇ.જી.પી પ્રેમ વીર સિંહ અમદાવાદ વિભાગ અમદાવાદ તથા જીલ્લા પોલીસ અધિક્ષક અમીત વસાવા અમદાવાદ ગ્રામ્યએ પ્રોહી./જુગારની અસરકારક કામગીરી કરવા અંગેની આપેલ સુચના અંતર્ગત કામગીરી કરવા નાયબ પોલીસ અધિક્ષક બી.એસ.વ્યાસ સાણંદ વિભાગ, સાણંદના માર્ગદર્શન હેઠળ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વિવેકાનંદનગર પો.સ્ટે ના પોલીસને ખાનગી હકીકત મળેલ કે નવી નગરી તળાવ પાસે ખુલ્લી પડતર જગ્યામાં બારેજડી ગામ ખાતે કેટલાક ઇસમો ગંજીપત્તાના પાનાથી તીનપતીનો જુગાર રમી/રમાડે છે. જે બાતમી આધારે સ્ટાફના માણસો તથા પંચો સાથે હકીકત વાળી જગ્યાએ જુગાર અંગેની રેઇડ કરતા (૧) સલીમમીયા હૈદરમીયા મલેક (૨) ગોપાલભાઈ સોમાભાઈ કાંગસીયા (૩) દાદુભાઈ જશુભાઈ કાસકીયા (૪) કિરણ ભલાભાઈ કાસકીયા (૫) જશુભાઈ આશાભાઈ કાસકીયા (૬) ભાવેશભાઈ ભલાભાઈ કાસકીયા (૭) કિશનભાઈ જશુભાઈ કાસકીયા (૮) અર્જુન રમેશભાઈ કાસકીયા તમામ રહે. નગરી બારેજડી ગામ તા.દસ્ક્રોઈ જી.અમદાવાદ નાઓ સાથે મળી જાહેરમાં નવી નગરી તળાવ પાસે ખુલ્લી પડતર જગ્યામાં બારેજડી ગામ ખાતે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ.૨૨,૧૮૦ ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા કાયદેસર કાર્યવાહી કેરલ છે.
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
આ કામગીરી કરવામાં પોલીસ ઇન્સ. એમ.એ.વાઘેલા તથા પો.સબ.ઇન્સ એસ.એન.ચૌધરી તથા એ.એસ.આઈ.રૂપાભાઈ મશરૂભાઈ બનં.૧૧૪૭, અહેકો. મેઘરાજસિંહ દિલુભા, આપો.કો ઈન્દ્રવિજયસિંહ માલદેવસિંહ બ.નં.૧૭ તથા અપો.કો.શૈલેષભાઈ બળદેવભાઈ બનં.૧૩૭૬, અ.પો.કો હિમાન્સુભાઇ મહેશભાઇ બનં.૧૩૬૬, આપો.કો ઇન્દ્રજીતસિંહ લાલુભા બનં ૧૭૯,, આ.પો.કો લગધીરભાઈ વરવાભાઈ બનં.૭૫, અપો.કો. મયુરસિંહ નરેન્દ્રસિંહ બનં.૧૪૪૫ તથા અ.પો.કો વિજયસિંહ પ્રભાતસિહ બનં. ૧૩૫૦ વિગેરેપોલીસ સ્ટાફે સાથે રહી કામગીરી કરેલ છે.