અમદાવાદ
આઇ.જી.પી. પ્રેમવીરસિંહ અમદાવાદ વિભાગ તથા જીલ્લા પોલીસ અધિક્ષક અમીત વસાવા અમદાવાદ ગ્રામ્યએ જીલ્લામાં મિલકત સબંધી ગુનાઓ અટકાવવા અસરકારક કામગીરી કરવા અંગેની તેમજ જીલ્લામાં બનતા મિલકત સબંધી કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક ભાસ્કર વ્યાસ સાણંદ વિભાગ, સાણંદના માર્ગદર્શન હેઠળ તેમજ અસલાલી સી.પી.આઇ. એસ.વી.ચૌધરીના માર્ગદર્શન મુજબ તે દિશામાં કામગીરી હાથ ધરેલ તે દરમ્યાન અત્રેના કણભા ગામની સીમમાં આવેલ એક ગોડાઉનમાંથી બે અજાણ્યા ઇસમો ટ્રાન્સપોર્ટર પાસેથી મોબાઇલ ઉપર માલ ભરવાનો ઓર્ડર લઇ આયસરને ખોટી નંબર લગાડી ગોડાઉનમાંથી ૧૦ ટન લોખંડની પ્લેટો કી.રૂા.૬,૫૦,૦૦૦ ની ભરી લઇ છેતરપીંડી કરી ભાગી ગયેલ જે આધારે કણભા પો.સ્ટે. ખાતે અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ જે ગુનાના અજાણ્યા આરોપીઓ તથા મુદ્દામાલ શોધી કાઢવા અમો જે.યુ.કલોત્રા પો. સબ ઇન્સ. કણભા પો.સ્ટે. નાએ અલગ અલગ ટીમો બનાવી કામગીરી હાથ ધરેલ. દરમ્યાન પો.સ્ટે.ના અ.પો.કો. જયેન્દ્રસિંહ પ્રતાપસિંહ તથા આ.પો.કો. અભિષેકભાઇ હરીશંકરભાઇએ ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સ આધારે, આ લોખંડની પ્લેટો કી.રૂા.૬,૫૦,૦૦૦ ની લઇ જનાર શકમંદોને પુછપરછ કરી આ છેતરપીંડી કરનાર આયસર ગાડીના ચાલક જીગ્નેશભાઇ મકાભાઇ કોળી પટેલ રહે.મામાદેવના ઓટલા પાસે, પટેલ ફાર્મ સોસાયટી, શિહોર જી.ભાવનગર તથા આયસર ગાડીનો કલીનર તથા આ છેતરપીંડી કરવા સારૂ ટીપ આપનાર આયસર માલિકને છેતરપીંડી કરી લઇ ગયેલ લોખંડની પ્લેટો કી.રૂા.૬,૫૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. આ કામના આરોપીઓએ સદર ચોરી કરવા સારૂ સીમ કાર્ડ ચોરી કરી તે આધારે ફોન કરી ઓર્ડર લઇ તેમજ પોતાની આયસર ગાડીને ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી લોખંડની પ્લેટો ભરી લઇ ગયેલ હોવાની હકીકત જાણવા મળેલ. તેમજ આ ચોરી કરવામાં ઉપયોગમાં લીધેલ એક છોટા હાથી નંબર જી.જે.૦૪.એ.ડબલ્યુ.૬૮૫૯ કિ.રૂા.૩,૦૦,૦૦૦ તથા એક હીરો હોન્ડા મો.સા.નંબર જી.જે.૦૪.બીબી.૪૫૨૬ કિ.રૂા.૪૦,૦૦૦ તથા આયસર ગાડી નંબર જી.જે.૦૪.એક્ષ.૬૪૫૮ કિ.રૂા.૪,૦૦,૦૦૦ એક કુલ ત્રણ વાહનો તથા લોખંડની પ્લેટો કી.રૂા.૬,૫૦,૦૦૦ એમ કુલ રૂા.૧૦,૫૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો શોધી કાઢી સારી કામગીરી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧) ભાવેશભાઇ રણછોડભાઇ જાતે બારૈયા ઉ.વ.૨૪ રહે.માલણકા ગામ તા.ઘોઘા જી.ભાવનગર
(૨) જીગ્નેશભાઇ મફાભાઈ જાતે.સાકરીયા (કો.પટેલ) ઉ.વ.૨૭ રહે.મામાદેવના ઓટલા પાસે, પટેલ ફાર્મ સોસાયટી, જાનીભાઇના મકાનમાં ભાડેથી, શિહોર તા.શિહોર જી.ભાવનગર
(૩) સુરજભાઇ ઉર્ફે કાનાભાઇ ગોવિંદભાઇ ઉગ્રેજા ઉ.વ.૩૭ રહે.મામાદેવના ઓટલા પાસે, પટેલ ફાર્મ સોસાયટી, જાનીભાઇના મકાનમાં ભાડેથી, શિહોર તા.શિહોર જી.ભાવનગર શોધાયેલ ગુન્હો. કણભા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.11192030230451/2023 IPC કલમ ૪૨૦,૪૬૫,૪૬૮,૪૭૧,૧૧૪ મુજબ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓજે.યુ.કલોત્રા પો.સબ ઇન્સ કણભા પો.સ્ટે. તથા વી.એલ.પટેલ સે.પો.સબ.ઇન્સ કણભા પો.સ્ટે. તથા એ.એસ.આઇ.નરેન્દ્રસિંહ દીનુભા બ.નં.૬૮૦ તથા અ.પો.કો. શેલાભાઇ પાંચાભાઇ બ.નં.૧૩૬૩ તથા અ.પો.કો જયદીપસિંહ ક્રિપાલસિંહ બ.નં.૮૯૧ તથા આ.પો.કો. ઘનશ્યામસિંહ ભરતસિંહ બ.નં.૮૫ તથા આ.પો.કો.પંકજભાઇ સવજીભાઇ બ.નં.૨૧૬ તથા પો.કો. વિષ્ણુભાઇ કમજીભાઇ બ.નં.૧૩૯૩ તથા અ.પો.કો. સાગરભાઇ ખુમાનભાઇ બ.નં.૧૪૦૨ તથા અ.પો.કો. જયેન્દ્રસિંહ પ્રતાપસિંહ બ.નં.૭૧૩ તથા આ.પો.કો. અભિષેકભાઇ હરીશંકરભાઇ બ.નં.૦૯