ખાડીના બે ઈસ્લામિક દેશ કુવૈત અને સઉદી અરબમા હવે કોઈ મહિલાને હાર્ટ ઈમોજી મોકલશો તો મુશ્કેલીમાં મુકાઈ જશો. બંને દેશના અધિકારીઓનું કહેવું છે કે જે લોકો મહિલાઓને હાર્ટ ઈમોજી મોકલે છે, તેમને હવે બે વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે.
આજકાલ સોશિયલ મીડિયા પર લોકો પોતાના દોસ્તો અથવા સંબંધીઓની સાથે વાત કરતી વખતે મોટા ભાગે પોતાની ભાવનાઓને વ્યક્ત કરવા માટે ઈમોજીનો સહારો લેતા હોય છે. ચેટ દરમ્યાન ઈમોજી દ્વારા પોતાની વાત રજૂ કરવી સામાન્ય બાબત થઈ ગઈ છે. અમુક લોકો હસવા તથા દુખી થવા માટે ઈમોજી મોકલીને પોતાની વાત જણાવે છે કે, તેઓ શું અનુભવી રહ્યા છે. જો કે અમુક લોકો એવા પણ છે, જે પ્રેમ અથવા સ્નેહ જતાવવા માટે હાર્ટ એટલે કે દિલવાળું ઈમોજી સેન્ડ કરે છે. પણ હવે આવું કરવું ગુન્હાની શ્રેણીમાં આવી શકે છે અને તેના માટે જેલની હવા પણ ખાવી પડી શકે છે.
હકીકતમાં ખાડીના બે ઈસ્લામિક દેશ કુવૈત અને સઉદી અરબમાં હવે કોઈ મહિલાને હાર્ટ ઈમોજી મોકલવાથી મુશ્કેલી થઈ શકે છે. બંને દેશના અધિકારીઓનું કહેવું છે કે, જે લોકો મહિલાઓને હાર્ટ ઈમોજી મોકલે છે, તેમને બે વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અથવા વોટ્સઅપ પર મહિલા અથવા છોકરીને દિલવાળી ઈમોજી મોકલવી ગુન્હાની શ્રેણીમાં આવે છે. તેને અય્યાશી માટે ઉકસાવવા તરફ જોઈ શકાય છે.
કુવૈતના એક વકીલ હાયા અલ સાલાહીએ કહ્યું કે, જે લોકો આ કાયદો તોડશે અને દોષિત ઠરશે તેમને બે વર્ષની જેલની સજા કાપવાનો વારો આવશે. ફક્ત એટલું જ નહીં પણ તેમના પર 2000 કુવૈતી દિનાર (5.38 લાખ ભારતીય રૂપિયા)નો દંડ પણ લાગી શકે છે.
હવે સઉદી અરબની વાત કરીએ છીએ. સઉદી અરબમાં જો કોઈએ હાર્ટ ઈમોજી સેન્ડ કરતા પકડાય જાય છે, તો તેને બેથી પાંચ વર્ષની જેલની સજા થઈ શકે છે. આ ઉપરાંત દોષિત વ્યક્તિને એક લાખ સઉદી રિયાલ (22 લાખ રૂપિયા)નો દંડ પણ ભરવો પડી શકશે. જો કે, આપે ગભરાવાની જરુરી નથી કેમ કે આ નિયમ ફક્ત કુવૈત અને સઉદી અરબમાં રહેતા લોકો માટે છે.