દેશમાં કોરોના વાયરસના કારણે અનેક લોકો સંક્રમિત થયા છે, ત્યારે શિક્ષણવિધ સાથે જોડાયેલા ઘણા શિક્ષણ માફીયાઓ વાલીયો પાસે થી ફી ઉઘરાવવા ફોનો કરીને દબાણો કરી રહ્યા છે. ગુજરાત સરકારના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને શિક્ષણના સંચાલકો સાથે થયેલી મિટિંગ છતાં વાલીઓના ખીસ્સા ખંખેરવા શાળા સંચાલકોની દાદાગીરી સામે હવે ભાજપના જ અલ્પેશ ઠાકોરે દંડો પછાડ્યો છે. અને સ્પષ્ટપણે સંચાલકોને ચીમકી આપીને મો કાળું કરીશું તેવું જણાવતા ગરમાવો આવી ગયો છે.
અલ્પેશ ઠાકોરે અખબારી, મીડિયા સાથે ચર્ચા કરતાં જણાવ્યુ હતું, કેચાર મહિનાઓથી શાળાઓ બંધ છે, શાળાના ખર્ચાઓ બંધ છે, હાલમાં કોઈ ખર્ચ થઇ રહ્યો નથી. આ માનવતા બતાવવાનો સમય છે અને જ્યાં પેઢીનું ઘડતર થતું ત્યાં લૂંટ ચલાવવાનો પ્રયાસ કરતા હોય, તો આ સરકાર કઈ ચલાવી લેવા માંગતી નથી. મૂળ મુદ્દોએ છે કે, શાળા સંચાલકોનો ગુરુભાવ ઓછો થઇ રહ્યો છે અને એક વેપારી તરીકેનો ભાવ ઉત્પન થઇ રહ્યો છે.
અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, અમારી સરકાર 100% આમાં ગંભીર છે અને હું પણ માંગણી કરું છું કે, અત્યારે વાલીઓને સાંત્વના આપવાની જરૂર છે. કોઈ એકસ્ટ્રા ખર્ચા થતા નથી. એટલે આ પ્રકારનો વેપાર ખોલવો તેમાં હું માનું છું કેમ આ દુર્ભાગ્ય પૂર્ણ બાબત છે. ઉદગમ જેવી સ્કૂલના સંચાલકો માફિયાઓ હોય તેવું નિવેદન કરે અને નોટીસ આવતી હોય છતા પણ કહે છે, અમે તો ફી લઈશું તો એ લોકો એવું માને છે કે અહીં છૂટ્ટો દોર છે. આવા કોઈ પણ શિક્ષણ માફિયાનું આ સરકારમાં ચલાવી લેવામાં આવશે નહીં. હું મુખ્યમંત્રીને અને શિક્ષણમંત્રીને આ બાબતે રજૂઆત કરીશ. અલ્પેશ ઠાકોરે શાળા સંચાલકોને ચીમકી આપી હતી કે, કાળું મો કરવા જઈશ, જો કોઈ હોશિયારી કરશે તો અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સાથે અમાનવીય વ્યવહાર કરશે તો 100% અમે પણ લાલ આંખ કરીશું. આ સરકાર પ્રજાની છે અને પ્રજા માટે હંમેશ લડતી આવતી સરકાર છે. વાલીઓની સાથે સહમત છીએ પરંતુ રાજ્ય સરકારે આમાં જે જરૂરી પગલાં લેવા જોઈએ, તે બધા લીધા છે. જો કોઈ અંદરખાને આવું કરે તો હું વાલીઓને પણ વિનંતી કરું છું કે, સરકારનું ધ્યાન દોરો સરકાર તમારા માટે છે. સરકાર 100% આવા લોકોને કડકમાં કડક હાથે સજા કરશે.