દેશમાં કોરોનની મહામારીને કારણે અન્ય દેશો કરતાં આપણા દેશો પાસે જોઈએ તેટલી સગવડ નથી, આજે સમગ્ર વિશ્વ કોરોનાથી પ્રભાવિત છે, ભારતમાં 3 લાખથી વધારે કેસો પોઝિટિવ આવ્યા છે, ત્યારે લાખો લોકોને વેન્ટીલેટરની ખુબજ જરૂર છે. દેશના નાગરિકોના જીવ બચાવવા પ્રથમ પ્રાધાન્યતા આરોગ્યને આપીને મોદી સરકારે 50 હજાર વેન્ટીલેટર ખરીદવાનો નિર્ણય કર્યો છે.
દેશમાં હાલ 47 હજાર વેન્ટીલેટર હતા, ભારત70 વર્ષના ગાળામાં એટલે કે આઝાદ થયા પછી 47,481 વેન્ટીલેટર ખરીદી શક્યું છે, ત્યારે આ સંખ્યા પ્રાઈવેટ, સરકારી હોસ્પિટલની થઈને છે, ત્યારે હવે 70 વર્ષ બાદ છપ્પડ ફાડ કે 50 હજાર વેન્ટીલેટર ખરીદી કરવાનો નિર્ણય PM ઓફિસ ધ્વારા કરાતાં કોરોના દર્દીઓને રાહત થશે.