ગુજરાત સરકારના આ નિર્ણયથી મોંઘવારી બેકાબૂ બનશે?

Spread the love

દેશમાં કોરોનાવાયરસના પગલે અર્થતંત્ર પણ છિન્નભિન્ન થઈ ગયું છે. ગરીબ, શ્રમજીવી કરતાં મધ્યમવર્ગીય લોકોની કમર તૂટી ગઈ છે, ત્યારે ફૂડ ઓઇલના ભાવો ઘટ્યા હોવા છતાં પ્રજાને  આનો લાભ મળતો નથી, અને મોંઘવારીમાં પ્રજા વધારે પીંસાઈ રહી છે. ત્યારે સરકાર ધ્વારા હજૂપણ પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ નાંખવાનું વિચારી રહી છે. જે વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ) વધારવાની તૈયારીમાં છે. લોકડાઉનના કારણે સરકારની તિજોરી તળીયા ઝાટક થઇ ચૂકી છે. કોઇ ટેક્સની આવક નથી અને પ્રતિ માસ 4000 કરોડ રૂપિયાનો પગારનો ખર્ચ થઇ રહ્યો છે ત્યારે કર્મચારીઓના પગાર કરવા માટે સરકાર એકસ્ટ્રા વેટદર લાવી રહી છે. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ પર 17 ટકા વેટ છે અને 4 ટકા સેસ છે, કુલ મળીને 21 ટકા વેટ વસૂલ કરવામાં આવે છે પરંતુ સરકાર બે ટકા વધારવાની તૈયારી કરતી હોવાથી વેટના દર 23 ટકા થાય તેવી સંભાવના છે.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે કહ્યું છે કે કોરોના સંક્રમણ અને લોકડાઉનના સરકારની વેરાની આવકો ગંભીર રીતે ઘટી છે તેમ છતાં સરકારે કર્મચારીઓના પગાર ચાલુ રાખ્યા છે પરંતુ હવે સરકારની તિજોરી પર અસર થઇ છે તેથી પેટ્રોલ, ડીઝલ અને ગેસ પર વેટના દરો વધી શકે છે. દેશના કેટલાક રાજ્યોએ આવક મેળવવા માટે આ દરોમાં વધારો કર્યો છે તેમ ગુજરાત પણ કરી શકે છે. નાણાં વિભાગના આંકડા જોતાં ગુજરાત સરકાર પ્રતિદિન 37 કરોડ રૂપિયા પેટ્રોલ અને ડીઝલની વેટની રકમમાંથી કમાય છે. એટલે કે આ બન્ને ઉત્પાદનો પર સરકારને મહિને 1400 કરોડ રૂપિયા મળે છે. છેલ્લે એપ્રિલ 2019 થી જાન્યુઆરી 2020 સુધી પેટ્રોલ અને ડીઝલના ટેક્સમાંથી સરકારને 10905 કરોડ રૂપિયા મળ્યા છે. જો રાજ્ય સરકાર પેટ્રોલ પર બે ટકા વેટ વધારશે તો કુલ વેટ 23 ટકા થશે જ્યારે ડીઝલનો વેટ 22 ટકા થશે. આ ઉત્પાદનો પર સરકારને પ્રતિવર્ષ વધારો મળતો રહે છે. 2017-18માં વેટની આવક 12874 કરોડ રૂપિયા હતી જે 2018-19માં વધીને 14001 કરોડ થઇ હતી.2019-20માં આ આવકનો આંકડો 16000 કરોડ થયો હોવાનો પ્રાથમિક અંદાજ છે. વિપક્ષના નેતા પરેશ ધાનાનીએ કહ્યું હતું કે કોરોનામાં સપડાયેલી જનતાના માથે મોંઘવારીનો માર આવી રહ્યો છે. ભાજપની સરકારની અણઆવડતના કારણે લોકો પિસાઇ રહ્યાં છે. ડીઝલના ભાવવધારાના કારણે ગુજરાતમાં ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થતાં પ્રત્યેક ચીજવસ્તુના ભાવમાં વધારો થશે. સરકારે ડિઝલમાં 20 રૂપિયાનો ઘટાડો કરવો જોઇએ કે જેથી મોંઘવારીથી પિસાતી જનતાને રાહત મળી શકે. ઓઇલ કંપનીઓ સાત દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6 રૂપિયા કરતાં વધુ રકમનો વધારો કરી ચૂકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com