દેશમાં કોરોના વાયરસના પગલે દેશનું અર્થતંત્ર છિન્નભિન્ન થઈ ગયું છે, ત્યારે ના છૂટકે ગુજરાતમાં હસમુખ અઢિયા કમિટી દ્વારા સૂચવેલ અનેક બાબતોને ધ્યાને રાખીને રાજ્ય સરકારે ખર્ચ કાપ મૂકીને તથા નવા ટેક્સ નાખીને આવક ઉભી કરવાના નવા સ્ત્રોત ઉભા કર્યા છે. ત્યારે શહેરમાં મહાનગરપાલિકા, પાલિકા, જિલ્લાપંચાયતો , તાલુકાપંચાયતોમાં પણ કાપકૂપ આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. ત્યારે મહાનગરપાલિકાઓ દ્વારા થતા બેફામ ખર્ચાઓ ઉપર લગામ લગાવવા હવે વિકાસના કામો પેન્ડિંગ, અને કોરોનાની કામગીરીમાં વધુ પૈસા વાપરવાનો નિર્ણય એટલે કે આરોગ્ય સંદર્ભ નિર્ણય લેવાય તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
મહાનગર પાલિકાઓ દ્વારા વિવિધ બગીચાના ટેન્ડરો ફૂટપાથો ના ટેન્ડરો અને સ્માર્ટ સિટી જે શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા કરોડોની આવેલી ગ્રાન્ટ ઓનો બેફામ વપરાઈ રહી છે તેની પર લગામ કસવા મુખ્યમંત્રી તથા ડેપ્યુટી મુખ્યમંત્રી ના ધ્યાને આવ્યું છે ત્યારે હવે આવનારા સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા જે સ્માર્ટસિટીમાં ખર્ચ કરવામાં આવ્યો છે અને કરોડોની જે ગ્રાન્ટો ફાળવવામાં આવી છે તે કદાચ રાજ્ય સરકાર હવે મોનીટરીંગ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અમદાવાદ મહાનગરપાલિકા રાજકોટ વડોદરા ગાંધીનગર સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત જે કરોડોના ખર્ચ કરવામાં આવ્યો છે અને રોડ રસ્તા પર જે ફૂટપાથો બનાવવામાં આવ્યા બાદ તોડી નાખવામાં આવી અને બાંકડા જેવા તમામ વારંવાર થતાં ખર્ચ સામે રાજ્ય સરકાર પણ લાલ ઘુમ છે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ રાજ્ય સરકારને પૈસા બચાવવા અનેક રીતે કાપ લાવી રહ્યા છે, ત્યારે બાપ કમાઈ કમાઈને ભેગું કરે ખર્ચમાં કાપકૂપ કરે અને બેટા ઓ અહીંયા બેફામ ખર્ચાઓ કરે તે હવે રાજ્ય સરકારના ધ્યાને પણ આવ્યું છે, જેથી હવે આવનારા રાજ્યમાં મહાનગરપાલિકા થી લઈને સ્માર્ટસીટીનો દરજજો મળે તે મહાનગરપાલિકાઓના ખર્ચમાં કાપ-કૂપ આવે તેવી શક્યતા જોવાઇ રહ્યું હોય તે સૂત્રો જણાવે છે.