યુનિવર્સિટીના ટેન્ડરોમાં અને  જમીન કૌભાંડોથી લઈને  ભાજપના નેતાઓના નામ ઉછળ્યા ! : ઈસુદાન ગઢવી

Spread the love

તપાસ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો અમે EDની ઓફિસ પર જઈને રજૂઆત કરીશું : જમીન ખોટી રીતે અપાઇ છે તો તે જમીન હાલ કયા બિલ્ડરોના નામે છે અને તે જમીનને શ્રી સરકાર કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટી માંગ કરે છે : જમીન કૌભાંડની તપાસ ED દ્વારા કરવામાં આવે: ઈસુદાન ગઢવી

અમદાવાદ

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, તાજેતરમાં ભાજપમાં ઉકળતો ચરું બહાર આવ્યો છે. જેમાં એવી વાત વહેતી થઈ છે કે અલગ અલગ યુનિવર્સિટીના ટેન્ડરોમાં અને અલગ અલગ જમીન કૌભાંડોથી લઈને બીજા કૌભાંડોમાં ભાજપના નેતાઓના નામ ઉછળ્યા હોય તેવી ચર્ચા છે. આ ઘટનાને પગલે ભાજપમાં રાજીનામાં પણ પડ્યા છે. રાજીનામાં પડવા એ ભાજપની આંતરિક વાત છે પરંતુ જ્યારે પ્રજાના ટેક્સના પૈસાનો હિસાબ નથી મળતો અથવા તો એ પૈસા કોઈ લઈ જાય છે અને એ વાતને લઈને જો રાજીનામાં પડતા હોય તો અમારું માનવું છે કે આ બાબતની તપાસ થવી જોઈએ.પત્રિકા કાંડમાં કેટલાક નામો ઉછળ્યા છે અને ત્યારબાદ ભાજપમાં કેટલાક રાજીનામાં પડ્યા છે. તો એક સામાન્ય નાગરિકના રૂપમાં દરેકને સવાલ થાય છે કે જો ભ્રષ્ટાચાર થયો છે તો આની યોગ્ય તપાસ કરવામાં આવે. એવી વાત પણ વહેતી થઈ છે કે જેનું કામ આતંકવાદીઓને પકડવાનું હોય તેવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તેમને પણ કોઈ એક નેતાના કારણે બીજા નેતાને અરજીઓમાંથી ઉપાડીને પૂછપરછ કરી. તો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ આ બાબતે ખુલાસો કરવો જોઈએ કે આ બાબતે તેમણે કોઈ તપાસ કરી છે કે નહીં અને જો તપાસ કરી છે તો તેમાં શું નીકળ્યું છે અને કયા કૌભાંડો નીકળ્યા છે અને ગુજરાતની જનતાના પૈસા ક્યાં વપરાયા છે. અમારી બીજી માંગ એ છે કે રાજીનામા આપ્યા બાદ કોઈ બીજા નેતા એ પદ પર આવીને બેસી જશે પરંતુ પહેલાં જે કૌભાંડ થયા એ કૌભાંડની યોગ્ય તપાસ થવી જોઈએ. જો વધુ મોટું કૌભાંડ હોય તો અમારી માંગે છે કે આ બાબતની તપાસ ED દ્વારા કરવામાં આવે.

એક જમીન કૌભાંડની વાત બહાર આવી છે જેમાં એક પૂર્વ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. જો હજારો કરોડની જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું છે તો આમાં બીજા કયા અધિકારીઓ સંડોવાયેલા છે તેની પણ તપાસ થવી જોઈએ કારણ કે એક અધિકારી આટલું મોટું કૌભાંડ કરી ન શકે. અને જો એ જમીન ખોટી રીતે અપાઇ છે તો તે જમીન હાલ કયા બિલ્ડરોના નામે છે અને તે જમીનને શ્રી સરકાર કરવામાં આવે તેની આમ આદમી પાર્ટી માંગ કરે છે. જો આ બાબતની તપાસ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો અમે EDની ઓફિસ પર જઈને આ બાબતની રજૂઆત કરીશું. ગુજરાતનું દેવું ચાર લાખ કરોડ થઈ ગયું છે અને પ્રત્યેક ગુજરાતી પર 63 હજારની આસપાસનું દેવું છે અને બીજી બાજુ ભાજપના લોકો સરકાર ચલાવે છે કે પોતાના ઘર ભરે છે એના પણ ખુલાસા થવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com