GJ-18 મહાનગરપાલિકા એટલે વાતોના વડા કહેવાય,Gj- 18 મનપાનો ફુડ વિભાગ છે, કે કેમ? તે યથાર્થ પ્રશ્ન છે, Gj- 18 ખાતે સૌથી વધારે ભેળસેળ ચીજો વેચાય છે, પણ મનપાએ ભેળસેળિયાઓને લાલ જા જમ પાથરી હોય તેમ મનપા બન્યા બાદ માંડ વેઢે ગણાય તેટલા કેસો અને સેમ્પલ લીધા છે ,ત્યારે બે વર્ષમાં આ નવી બોડી બન્યા બાદ કેટલા સેમ્પલ લીધા? કેટલા વેપારીઓ સામે કેસ કર્યા ? કેટલા ભેળસેળિયાઓ એવા બાગડબિલ્લાઓને પકડ્યા ,તે આંકડો મનપા પાસે છે, જ નહીં, કારણકે મનપાની આ શાખા કાગળ ઉપર ચાલતી હોય અને ફક્ત ને ફક્ત વેપારીઓ એવા ભેળસેળિયાઓ માટે લાલ જાજમ જેવી છે.
શહેરમાં ગંદકી ખુલ્લા વાસી ખોરાક થી લઈને ખાદ્ય સામગ્રીમાં પુષ્કળ ભેળસેળ હોવા છતાં મનપાની ફૂડ શાખા મરણ પથારીએ જેવી હાલતમાં છે ,ત્યારે મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન નવા બન્યા બાદ આ શાખા ની કામગીરી ઝીરો છે, અત્યારે પાણી જન્ય અને ખાદ્ય સામગ્રી વાસીના કારણે સિવિલ હોસ્પિટલ થી લઈને પ્રાઇવેટ દવાખાના ઉભરાઈ રહ્યા છે, ત્યારે મનકાની ફૂડ શાખા એ બે વર્ષમાં કેટલા વેપારીને દંડ ફટકાર્યા , નમુના લીધા ,ખુલ્લા વાસી વહેચતા એકમોનો નાશ કર્યો ,તો ઝીરો..ત્યારે મહાનગરપાલિકા દ્વારા ભેળસેળિયાઓ માટે Gj-18 લાલ જાજમ કહી શકાય, ફક્ત ને ફક્ત વેપારીઓ પાસેથી ઉઘરાણા કરીને રોડ, રસ્તા પર ધંધો કરતા અથવા પોલીથીન બેગ પકડાવતો તો 500 રૂપિયાનો દંડ વસૂલીને સંતોષ માનતુ તંત્ર નહીં કરોડો રૂપિયા ટેક્સ ભરનારા ની પડી નથી અને ટેક્સ વનનારા રામ ભરોસેએ હોય તેમ ભેળસેળિયા વસ્તુઓ ખાવ અને મજા કરો જેવો ઘાટ છે,
બોક્સ :-
Gj – 18 મનપા દ્વારા ફૂડ શાખા દ્વારા એક પણ નમૂના લેવામાં આવ્યા નથી, ફક્ત પોલીથીન બેગ ઉપર જ દંડ કરીને સંતોષ કરોડોનો ટેક્સ ભરનારા રામભરોસે જેવો ઘાટ, ભેળસેળિયાઓ માટે લાલઝાઝમ
બોક્સ :-
મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન નવા નિમાયા બાદ ફુડ શાખા દ્વારા ચેક પણ નમૂના તથા ભેળસેળિયાઓ સામે કાર્યવાહી કરી નથી જાગો… જાગોને ભગાવો..