કોરોના વાયરસ દુનિયાના દેશોમાં હાહાકાર મચાવી દીધો છે. કહેવત છે કે, લાખ રૂપિયાનો માણસ છે, પણ અહીંયા અધધ….. હોસ્પિટલે જે બિલ ફટકાર્યું તે ભારતનું એક દિવસની સારામાં સારી હોટલમાં રહો અને તેટલા રૂમનું બિલ ન આવે તેટલું આવવા પામ્યું છે. અમેરિકા કોરોના વાયરસનું કેન્દ્ર બની ચૂક્યું છે. અહીં મોટી સંખ્યામાં વૃદ્ધોની વસતીને કારણે ડેથ રેટ પણ સૌથી વધારે છે. જોકે, તેની વચચ્ચે સિએટલ શહેરથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. જ્યાં એક 62 વર્ષીય વૃદ્ધને કોરોના વાયરસથી બચાવી લેવામાં આવ્યા છે. 2 મહિના સુધી તેઓ હોસ્પિટલમાં રહ્યા. જ્યાં તેમની ટ્રીટેંન્ટ ચાલી…પણ જ્યારે તેમની ડિસ્ચાર્જ કરવાનો વારો આવ્યો તો હોસ્પિટલ પ્રશાસને વૃદ્ધને 11 લાખ ડૉલરનું બિલ પકડાવી દીધું. ભારતીય કરન્સીના હિસાબે આ બિલ 8 કરોડ રૂપિયાની આસપાસનું હતું.
આ 65 વર્ષીય વૃદ્ધનું નામ માઈકલ ફ્લોર છે. 4 માર્ચના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોનાથી સતત તેમની તબિયત બગડતી ગઈ. પણ ડૉક્ટરોએ તેમને બચાવી લીધા. 5 મેના રોજ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. હોસ્પિટલમાંથી રજા આપતા સમયે તેમને 181 પાનાનું બિલ આપી દેવામાં આવ્યું. તેમને 42 દિવસ સુધી તો આઈસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા અને 29 દિવસો સુધી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. સિએટલ ટાઈમ્સ ન્યૂઝપેપરને માઈકલે જણાવ્યું કે, રોજનો ICUનો ચાર્જ 7.39 લાખ રૂપિયા હતો. તેમને 42 દિવસ સુધી સ્ટેરાઈલ રૂમમાં રાખવા માચે 4 લાખ 9 હજાર ડૉલર(3 કરોડ 10 લાખ રૂપિયા) ચાર્જ કરવામાં આવ્યા. 29 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવા માટે 82 હજાર ડૉલર(62,28,000 રૂપિયા) ચાર્જ કરવામાં આવ્યા. એટલું જ નહીં 2 દિવસ જાન ખતરામાં આવ્યા પછી થયેલી ટ્રીટમેન્ટ માટે 1 લાખ ડૉલર(લગભગ 76 લાખ રૂપિયા) ચાર્જ કરવામાં આવ્યા. જોકે, આ બધો ખર્ચો સરકાર ચૂકવશે. આ તેમના ઈંશ્યોરન્સ કવરમાં આવી જાય છે. માટે તેમણે સારવારનો ખર્ચ પોતે ચૂકવવો પડશે નહીં. પણ ફ્લોરનું કહેવું છે કે, તે ટેક્સપેયર્સના આટલા બધા રૂપિયા ખર્ચ થવાની વાત સાંભળી દુઃખી છે. જાણકારી માટે જણાવીએ કે, અમેરિકાની સરકારે કોરોના વાયરસના સમયમા હોસ્પિટલોને 10 કરોડ ડૉલર્સની મદદ કરવાનું એલાન કર્યું છે. તેના માટે બજેટને પાસ પણ કરી દેવામાં આવ્યું છે.