એબીવીપીના વિદ્યાર્થીઓએ આજે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર નીરજા ગુપ્તાને કેમ્પસમાં ગાંજાના છોડ વાવેતર મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા આવેદનપત્ર આપ્યું
ABVP અમદાવાદ મંત્રી ઉમંગ મોજીદ્રા
સિક્યુરિટી એજન્સીને ખુલાસાદર્શક નોટિસ અપાય :હોસ્ટેલમાં ગેરકાયદેસર રહેતા અસામાજિક તત્વો પર અનઅધિકૃત પ્રવેશ બદલ પોલીસ ફરિયાદ કરાય : ઉમંગ મોજીદ્રા
આ સમગ્ર ઘટનાની તપાસ અંગે એક કમિટીની રચના આજે કરવામાં આવશે : સિક્યુરિટીને લઈને સધન વ્યવસ્થા અને તપાસ પણ કરવામાં આવશે : કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ છે તેમને બે બોટલ દારૂની પરમિશન હોય છે પરંતુ હવે આ કમિટી શિસ્તમાં રહીને દારૂની બોટલ કન્ઝ્યુમ નહીં કરી શકે તેવી ખાતરી આપું છું : ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર નીરજા ગુપ્તા
અમદાવાદ
ABVP અમદાવાદ મંત્રી ઉમંગ મોજીદ્રાએ જણાવ્યું હતું કે રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટી હજારો વિધાર્થીઓની કારકિર્દીનું કેન્દ્ર સ્થાન રહ્યું છે. યુનિવર્સીટી કેમ્પસમાં આવેલ ડી બ્લોક હોસ્ટેલમાં ૫.૫ ફૂટ અને ૬.૫ ફૂટ ના ગાંજા ના છોડ મળી આવવા અત્યંત શરમજનક બાબત છે. યુનિવર્સિટીની હોસ્ટેલ અસામાજિક તત્વોની આશ્રય સ્થાન બની ગઈ હોય તેવું સ્પષ્ટપણે જણાઇ આવે છે. યુનિવર્સિટીમાં અભ્યાસ ના કરતા હોય તેવા અનેક યુનિવર્સિટીની વિવિધ હોસ્ટેલોમાં નિવાસ કરી અસામાજિક પ્રવૃત્તિઓમાં જોડાઈ રહ્યા છે. અખિલ ભારતીય વિધાર્થી પરિષદ માંગ કરે છે કે છે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં યુનિવર્સિટી દ્વારા સર્ચ ઓપરેશન કરી ગેરકાયદેસર રહેતા અસામાજિક તત્વોને દૂર કરી તેમના પર અનઅધિકૃત પ્રવેશ બદલ પોલીસ ફરિયાદ કરવામાં આવે ઉપરાંતમાં યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી એજન્સીને ખુલાસાદર્શક નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.યુનિવર્સિટી કેમ્પસમાં સીસીટીવી કેમેરા વડે મોનિટરિંગ કરી યુનિવર્સિટી કેમ્પસનું વાતાવરણ હોળતા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જો વિધાર્થી હિતમાં અને વિધાર્થી સુરક્ષામાં ઉપર્યુક્ત પગલા નહીં લેવામાં આવે તો ABVP દ્વારા વ્યાપક વિધાર્થી હિતમાં આંદોલન કરવામાં આવશે તેની સમગ્ર જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે.વધુમાં ઉમંગે જણાવ્યું કે એરકંડીશન ચોરી કે ઉત્તરવહી કાંડ હોય જેથી યુનિવર્સિટી નું તંત્ર લુલુ લંગડું થઈ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે યુનિવર્સિટીમાં ગાંજાના વાવેતર મુદ્દે પોલીસ કમિશનરને પણ મળશે.
ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર નીરજા ગુપ્તા
ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર નીરજા ગુપ્તાએ આ અંગે જણાવ્યું હતું કે ગાંજાના છોડ પોલીસ કસ્ટડીમાં આપ્યા છે અને ફોરેન્સિક લેબોરેટરીને આ અંગે તપાસ માટે પણ મોકલવામાં આવ્યા છે ઉપરાંત ચીફ વોર્ડનને સવારમાં બોલાવી આ અંગેની જાણ કરવામાં આવી છે અને સવારમાં ટ્રેક્ટર લઈને આખા યુનિવર્સિટીમાં જ્યાં પણ આવા કોઈ બીજ દેખાય તો તેનો નિકાલ કરવાની સૂચના આપી છે. આની તપાસ અંગે એક કમિટીની રચના આજે કરવામાં આવશે. ઉપરાંત હોસ્ટેલમાં પાણીને લઈને પણ તકલીફ છે તેનો પણ નિકાલ કરવામાં આવશે અને સિક્યુરિટીને લઈને સધન વ્યવસ્થા કરવામાં આવશે. કેમ્પસમાં સિક્યુરિટી ને બોલાવીને તળ પર તપાસ કરતા દારૂની બોટલ મળી હોય તેવી કોઈ બાબત જાણમાં આવી નથી. એ બ્લોકની પાસે વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ છે તેમને બે બોટલ દારૂની પરમિશન હોય છે પરંતુ હવે આ કમિટી શિસ્તમાં રહીને દારૂની બોટલ કન્ઝ્યુમ નહીં કરી શકે તેવી હું ખાતરી આપું છું.