મુંબઈ-દિલ્હી ફ્લાઈટને હાઈજેક કરવાનાં કેસમાં આરોપી બિરજુ સલ્લાને કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપી બિરજુ સલ્લાને નિર્દોષ જાહેર કર્યો છે. તેમજ આરોપીની જપ્ત કરાયેલ સંપત્તિ અને દંડની રકમ પણ પરત કરવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. આ કેસમાં સ્પેશિયલ NIA કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. 30 ઓક્ટોમ્બર 2017 નાં રોજ દિલ્હી- મુંબઈ ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડીંગ થયું હતું. ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં પ્રવાસ કરી રહેલા બિરજુ સલ્લાએ ટોલટેલમાં મેસેજ લખ્યો હતો કે, “ફ્લાઈટમાં હેકર્સ હાજર છે” જે ધ્યાને આવતા વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ થયું હતુ. આ બાબતે બિરજુ સલ્લાનાં વકીલ વિક્રમ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમારા ક્લાઈન્ટ પર એવો ચાર્જ મુકવામાં આવ્યો હતો કે, કોઈ પણ પુરાવા પ્રોસીક્યુશન દ્વારા મુકવામાં આવ્યા ન હતા કે જેથી સાબિત થઈ શકે કે અમારા ક્લાઈન્ટે આવું કર્યું હોય. કોર્ટે મેટર સાંભળેલી હતી અને ઓર્ડર રિઝર્વ રાખ્યો હતો. ત્યારે આજે ઓર્ડર પ્રિનાઉન્સ કર્યો છે. હાઈકોર્ટ દ્વારા જારી કરેલ ઓર્ડર પ્રિનાઉન્સમાં ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે. જેમાં આ જે થ્રીટ હતી તે ક્રેડીશલ થ્રીટ હતી. આ જે થ્રીટ મુકવામાં આવી હતી. તેનાથી પેસેન્જર, પાયલટ, ક્રૂ મેમ્બર બધા જ ગભરાઈ ગયા હતા. જેથી જે એરક્રાફ્ટ મુંબઈ થી દિલ્હી જઈ રહ્યું હતું તેને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવ્યું. કોર્ટે એવું પણ કહ્યું કે આ જ એરક્રાફ્ટ હતું તે ફીઝીકલી પાયલોટનાં કંટ્રોલમાં હતું. પણ જ્યારે ડાયવર્ટ કરવામાં આવ્યું ત્યારે ઈનડાયરેક્ટલી કંટ્રોલ જે વ્યક્તિ દ્વારા થ્રીટ નોટ મુકી હોય તેનાં કંટ્રોલમાં હતું. પરંતું પ્રોસીક્યુશન એમનો કેસ સાબિત કરી શક્યા ન હતા. કે ખરેખર આ થ્રીટ નોટ કોણે મુકેલી છે. જે સાબિત કરવામાં પ્રોસીક્યુશન નિષ્ફળ નીવડી છે. જેથી હોઈકોર્ટે એવું નક્કી કર્યું કે મારો ક્લાઈન્ટ નિર્દોષ છે. તેમજ તેમની ઉપર જે ચાર્જ લગાવવામાં આવ્યા હતા તે તમામ ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.